રાજ્યમાં પોલીસ ભરતી માટે ઉમેદવારો ઓગસ્ટના અંતથી ફરી ફોર્મ ભરી શકશે
તા.26મીથી તા.9 સપ્ટેમ્બર સુધી અરજી સ્વીકાર્ય: પેપર-1માં પાસ થયેલાનું જ પેપર-2 ચકાસાશે
ભરતી બોર્ડનાં અધ્યક્ષ હસમુખ પટેલે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને ઉમેદવારોને પોલીસ ભરતી પરીક્ષાને લઈ મહત્ત્વની માહિતી આપી છે. પોલીસ ભરતીની પરીક્ષામાં અગાઉ બાકી રહી ગયેલા ઉમેદવારો હવે 26 ઓગસ્ટથી 9 સપ્ટેમ્બર સુધીમાં અરજી કરી શકાશે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ડ પર હસમુખ પટેલે આ માહિતી આપી છે.લોકરક્ષક (એલઆરડી) અને પીએસઆઇ ભરતીની પરીક્ષાને લઈને ભરતી બોર્ડનાં અધ્યક્ષ હસમુખ પટેલે મહત્ત્વની માહિતી આપી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ડ પર પોસ્ટ કરી હસમુખ પટેલે લખ્યું કે, લોકરક્ષક તથા પીએસઆઇ ભરતીમાં એપ્રિલ મહિનામાં જે ઉમેદવારો અરજી કરવામાં બાકી રહી ગયેલ તે તમામ ઉમેદવારો માટે 26 ઓગસ્ટથી 9 સપ્ટેમ્બર સુધી અરજી કરવાની તક આપવામાં આવશે.
બંને પેપર એક સાથે લેવામાં આવશે અને જે ઉમેદવારો પેપર 1 માં પાસ થયા હશે તેમનું જ પેપર 2 તપાસવામાં આવશે. અગાઉ હસમુખ પટેલે પોલીસ ભરતીની શારિરીક અને લેખિત કસોટી અંગે મહત્ત્વની અપડેટ આપતા જણાવ્યું હતું કે, રાજ્યમાં 12000 લોકરક્ષક અને 500 પીએસઆઇ ની ભરતી માટે શારિરીક પરીક્ષાનું આયોજન ચોમાસા બાદ ત્વરિત કરાશે અને ત્યાર બાદ લેખિત પરીક્ષા યોજાશે. આ સાથે ભરતીની જાહેરાત આપી ફ્રોડ કરતા ઇસમોથી સાવચેત રહેવા પણ હસમુખ પટેલે ઉમેદવારોને સૂચન કર્યું હતું.