For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કેન્સર વોરિયર્સએ ગરબે ઘૂમીને કેન્સરના જંગમાં જીતનો જુસ્સો દર્શાવ્યો

04:04 PM Oct 04, 2024 IST | Bhumika
કેન્સર વોરિયર્સએ ગરબે ઘૂમીને કેન્સરના જંગમાં જીતનો જુસ્સો દર્શાવ્યો
Advertisement

કેન્સર કેર ફાઉન્ડેશન દ્વારા મોરારિબાપુની વિશેષ ઉપસ્થિતિમાં કેન્સર વોરિયર્સ નવરાત્રિ ઉત્સવ યોજાયો

કેન્સરના રોગ અંગે જાગૃતિ લાવવા તથા કેન્સર વોરિયર્સમાં જોમ ભરવા કેન્સર કેર ફાઉન્ડેશન દ્વારા ક્લબ યુ.વી.ના સહયોગથી સંતશ્રી મોરારી બાપુની વિશેષ ઉપસ્થિતિમાં કેન્સર વોરિયર્સ નવરાત્રિ ઉત્સવ - 2024’ યોજવામાં આવ્યો હતો. જેમાં કેન્સર વોરિયર્સએ ગરબે ઘૂમીને જાણે કેન્સરને હરાવવા શક્તિનો શંખનાદ કર્યો હોય તેમ કેન્સરના જંગમાં જીતનો જુસ્સો દર્શાવ્યો હતો.

Advertisement

આ તકે સંતવર્ય મોરારી બાપુએ કેન્સર વોરિયર્સ માટે કાર્યરત આ સંસ્થાને અભિનંદન પાઠવીને જણાવ્યું હતું કે, સૌથી કઠોર ધર્મ એ માનવ સેવા અને તેની સારવારનો છે. આ ધર્મનું બખૂબી નિર્વાહન ફાઉન્ડેશન દ્વારા થઈ રહ્યું છે, તેની પ્રસન્નતા વ્યક્ત કરું છું. કેન્સર વોરિયર દવા - સારવાર સાથેસાથે પોતાનું આત્મબળ અને પ્રાણબળ વધારે તેવી ભગવાનને પ્રાર્થના કરું છું. બાપુએ કેન્સર ઉપર લખાયેલા બંને પ્રેરણાત્મક પુસ્તકો એક પવ્યસન કેન્સરથ લાઇફ સ્ટોરી અને કીન્તસુંગી ટેલ્સ લોકાર્પિત કરીને સંસ્થાને શુભેચ્છા પાઠવી પ્રોત્સાહન આપ્યું હતું.

આ કાર્યક્રમનું સંચાલન આર.જે. વિનોદે કર્યું હતું. આ પ્રસંગે ધારાસભ્યો જયેશભાઈ રાદડિયા અને ડો. દર્શિતાબેન શાહ, કલેક્ટર પ્રભવ જોશી, ભરતભાઈ બોઘરા સહિતના અગ્રણીઓ તેમજ સમગ્ર ગુજરાતમાંથી કેન્સર વોરિયર ભાઇઓ, બહેનો અને બાળકો ઉપસ્થિત રહ્યાં હતાં.

કેન્સરથી ડરવાને બદલે તેની સામે ઝઝુમીને કેન્સરને માત આપવી જોઈએ: જયશ્રીબેન ડોબરીયા
મને કેન્સરનું નિદાન થયું, ત્યારે ખૂબ ચિંતા થઈ હતી. પરંતુ સારવાર લેવાની સાથેસાથે પરિવારના સહકારથી ધીરે-ધીરે જિંદગી ખુશીથી જીવવા લાગી. આવા સમયે સકારાત્મક વિચારો માનસિક સ્વાસ્થ્ય જાળવવા ખૂબ અસરકારક બને છે. ત્યારે એવું ચોક્ક્સપણે કહીશ કે કેન્સરથી ડરવાને બદલે તેની સામે ઝઝુમીને કેન્સરને માત આપવી જોઈએ.

Advertisement
Tags :
Advertisement
Advertisement