જૂના વિસ્તારમાં બાકીદારો વિરુદ્ધ ઝુંબેશ, 21 મિલકત સીલ, 19ને જપ્તીની નોટિસ
- એક નળકનેક્શન કપાત, સ્થળ ઉપર 39.40 લાખની વેરા વસૂલાત
મનપાના વેરાવિભાગ દ્વારા આજે પરાબજાર સહિતના જૂના વિસ્તારોમાં રિકવરી ઝુંબેશ હાથ ધરી વધુ 21 મિલ્કતો સીલ કરી 19ને જપ્તીની નોટીસ ફટકારી એક નળ જોડાણ કાપી સ્થળ ઉપર રૂા. 39.40 લાખની વસુલાત કરી હતી.
મનપા દ્વારા ન્યુ આશ્રમ રોડ પર આવેલ 1-યુનિટની નોટીસ સામે રીકવરી રૂૂ.42,000, ગોંવિદબાગ શાક માર્કેટ પાસે આવેલ 2-યુનિટની નોટીસ સામે 1.29 લાખ, સંત કબીર રોડ પર આવેલ 1-યુનિટની નોટીસ સામે રીકવરી રૂૂ.62,330, પેડાક રોડ પર આવેલ ગણેશ કોમ્પ્લેક્ષમાં ગાઉન્ડ ફ્લોર શોપ નં-3 ના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂૂ.80,000 નો ચેક આપેલ, સંત કબીર રોડ પર આવેલ 1-યુનિટની નોટીસ સામે રીકવરી રૂૂ.30,696, મહિકા માર્ગ પર આવેલ વલ્લભ ઇન્ડ એરીયામાં 1-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂૂ.40,100, સંત કબીર રોડ પર આવેલ 1-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂૂ.1.28 લાખ, ધમેન્દ્ર રોડ પર આવેલ 1-યુનિટને સીલ મારેલ, પેલેસ રોડ પર આવેલ એમ.જી.કોમ્પ્લેક્ષમાં 1-યુનિટની નોટીસ સામે રીકવરી રૂૂ.1.20 લાખ, વર્ધમાન નગરમાં આવેલ 1-નળ કનેક્શન ક્પાત, ભાભાબજાર માં 1-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂૂ.1.62 લાખ, સોની બજારમાં પીઠવા ચેમ્બર્સના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂૂ.3.12 લાખ, પરાબજારમાં આવેલ સ્વામીનરાયણ કોમ્પ્લેક્ષ થર્ડે ફ્લોર શોપ નં-323 ને સીલ મારેલ, પરાબજારમાં આવેલ સ્વામીનરાયણ કોમ્પ્લેક્ષ થર્ડે ફ્લોર શોપ નં-324 ને સીલ મારેલ, પરાબજારમાં આવેલ સ્વામીનરાયણ કોમ્પ્લેક્ષ થર્ડે ફ્લોર શોપ નં-325 ને સીલ મારેલ, મોટામોવા રોડ પર આવેલ સોમનાથ મોટર્સ એન્ડ સવિર્સ1-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂૂ.1.02 લાખ, 150 ફુટ રીંગ રોડ પર આવેલ 1-યુનિટની નોટીસ સામે રીકવરી રૂૂ.76,900, ઉમાકાન્ત ઇન્ડ એરીયામાં 1-યુનિટની નોટીસ આપેલ, 150 ફુટ રીંગ રોડ પર આવેલ 1-યુનિટને નોટીસ આપેલ હતી.