હું રાજકોટના દિલમાં રાજ કરવા આવ્યો છું: અમાલ મલિક
ડી.એચ. કોલેજ ખાતે આજે યોજાનાર મ્યુઝિકલ નાઈટ અંતર્ગત કલાકારો સાથે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ
રાજકોટ મહાનગરપાલિકાની સ્થાપનાની 51-મી વર્ષગાંઠની ઉજવણીના ભાગરૂૂપેઆજતા.19/11/2024, મંગળવારના રોજ રાત્રે 8:30 કલાકેડી.એચ.કોલેજ ગ્રાઉન્ડ, ડો.યાજ્ઞિક રોડ, રાજકોટ ખાતે સુપ્રસિદ્ધ બોલિવૂડ સિંગર અમાલ મલિક અને નિકિતા ગાંધી પ્રસ્તુેત ભવ્ય બોલિવૂડ મ્યુઝિકલ નાઈટકાર્યક્રમનું આયોજન કરેલ છે.જે અંતર્ગત સુપ્રસિદ્ધ બોલિવૂડ સિંગર અમાલ મલિક અને પદાધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં પ્રેસ કોન્ફરન્સ યોજાઈ. આજની આ પ્રેસ કોન્ફરન્સમાંમેયર નયનાબેન પેઢડીયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર,શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, દંડક મનિષભાઈ રાડીયા,સમાજ કલ્યાણ સમિતી ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા,સુપ્રસિદ્ધ બોલિવૂડ સિંગર અમાલ મલિક અને તેની ટીમ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રેસ કોન્ફરન્સનું શાબ્દિક સ્વાગત સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર દ્વારા કરવામાં આવ્યું.
આ પ્રેસ કોન્ફરન્સમાં નવા વર્ષની શુભકામના પાઠવતા મેયર નયનાબેન પેઢડીયાએ જણાવ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકા 51 વર્ષ પૂર્ણ કરીને 52માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યું છે ત્યારે આજે સાંજે રંગીલા રાજકોટની જનતા માટે મ્યુઝિકલ નાઈટનું આયોજન કરેલ છે. રાજકોટમાં રોડ-રસ્તા, ગટરની સુવિધા સાથે મનોરંજનની સુવિધા પણ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવે છે.રાજકોટની રંગીલી જનતા તેમજ યુવાઓને માણવો ગમે તેવો કાર્યક્રમ આજે યોજાવા જઈ રહ્યો છે. આજે સાંજે 08:30 કલાકે ડી.એચ.કોલેજ ગ્રાઉન્ડમાં કાર્યક્રમ માણવા પરિવાર સાથે પધારવા આહવાન કરેલ છે.
આજની આ પ્રેસ કોન્ફરન્સમાં સુપ્રસિદ્ધ બોલિવૂડ સિંગર અમાલ મલિકએ જણાવ્યું હતું કે, મે મ્યુઝિકની શરૂૂઆત મારા માતા પિતાની પ્રેરણાથી કરી છે. હું દસ વર્ષથી મ્યુઝિક ફિલ્ડમાં છું. લોક ડાઉનના સમય પછી નવી જનરેશનમાં મ્યુઝિક બાબતે આકર્ષણ વધ્યું છે. રાજકોટના લોકોને આજે સાંજે પધારવા માટે અને યુવાઓને ડોલાવવા માટે હું આવ્યો છું. મારું મનપસંદ ગીત લગ જા ગલે….. છે. હું આજે રાજકોટના દિલમાં રાજ કરવા આવ્યો છું. આજની આ પ્રેસ કોન્ફરન્સમાં અમાલ મલિકએ જબ તક તુજે પ્યાર સે…. અને તુ આતી હે સીને મેં…. ગીત ગાયા હતા. અંતમાં, રાજકોટ વાસીઓને આ મ્યુઝિકલ નાઈટ માણવા ભાવભર્યું આમંત્રણ પાઠવેલ છે.
મનપા દ્વારા વી.વી.આઈ.પી. એન્ટ્રી પાસ(ગુલાબી કલર પાસ)-હેમુ ગઢવી હોલ સામેથી એન્ટ્રી તેમજ પાર્કિંગ વ્યવસ્થા એન.સી.સી.ગ્રાઉન્ડ પાસે રહેશે. વી.આઈ.પી. એન્ટ્રી પાસ(બ્લુ કલર પાસ)-કોટક સાયન્સ કોલેજ ગેઇટ, ડો.યાજ્ઞિક રોડથી એન્ટ્રી તેમજ પાર્કિંગ વ્યવસ્થા કોટક સાયન્સ કોલેજ કેમ્પસ, ડી.એચ.કોલેજ કેમ્પસ તથા સબ રજીસ્ટ્રાર કચેરી પાસે રહેશે. જનરલ એન્ટ્રી(એન્ટ્રી માટે પાસની જરૂૂરીયાત નથી)-હોમી દસ્તુર માર્ગથી એન્ટ્રી તેમજ પાર્કિંગ વ્યવસ્થા હોમી દસ્તુર માર્ગ તથા એ.વી.પી.ટી.ગ્રાઉન્ડ તથા ડી.એચ.કોલેજ કેમ્પસમાં રહેશે.