ખંભાળિયાના વાડીનાર બંદર નજીક દરિયાના પાણીમાં તણાઈ આવ્યા ઊંટો
01:28 PM Jul 08, 2025 IST
|
Bhumika
Advertisement
કોઇ માલધારીના ઊંટ તણાઇ ગયાની શંકા
Advertisement
ખંભાળિયા તાલુકાના વાડીનાર ગામે દરિયાકાંઠા વિસ્તારમાં કેટલાક ઊંટો તણાઈને આવ્યા હોવાના બનાવે સ્થાનિક તંત્ર દ્વારા જરૂૂરી તપાસ આદરવામાં આવી છે. ખંભાળિયા - જામનગર માર્ગ પર આવેલા વાડીનાર બંદર વિસ્તારમાં આવેલી દિન દયાળ પોર્ટની જેટી ઉપર સવારના સમયે કેટલાક ઊંટ દરિયાના પાણીમાં તણાઈ આવ્યા હોવાનું સ્થાનિકોને ધ્યાને આવ્યું હતું. વધુમાં જાણવા મળતી વિગત મુજબ જામનગર જિલ્લાના સીંગચ ગામના કોઈ માલધારીના ઊંટ દરિયા નજીક કોઈ કારણોસર તણાઈને વાડીનાર નજીક પહોંચી આવ્યા હોવાનું કહેવાય છે. આ બનાવ ની જાણ સ્થાનિક પોલીસને કરવામાં આવતા વાડીનાર મરીન પોલીસે ઘટના સ્થળે દોડી જઈ અને જરૂૂરી કાર્યવાહી કરી હતી. આટલું જ નહીં, દરિયાના પાણીમાં રહેલા ઊંટોને સ્થાનિક માલધારીઓની મદદથી રેસ્ક્યૂ કામગીરી પણ કરવામાં આવી હતી.
Next Article
Advertisement