રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

જુનિયર કલાર્ક સહિત 22 કેડરની ભરતી માટેના કોલ લેટર વેબસાઇટમાં અપલોડ

04:54 PM Mar 28, 2024 IST | Bhumika
Advertisement

ગૌણ સેવા પસંદગી મંડળે જુનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ સિનિયર ક્લાર્ક સહિત આશરે 22 કેડરમાં ભરતી કરવાનો નિર્ણય લીધો છે. ત્યારે હવે ગુજરાત પસંદગી મંડળ દ્વારા જુનિયર ક્લાર્કની ભરતી માટે કોલ લેટર જાહેર કરી દેવાયા છે. તેથી પરીક્ષા આપવા માંગતા ઉમેદવારોએ પોટર્લ પર જઈને કોલ લેટર ડાઉનલોડ કરવાની સલાહ અપાઈ છે. સત્તાવાર વેબસાઈટ gsssb. gujarat.gov.in પરથી ઉમેદવારોને કોલલેટર મળી જશે.

Advertisement

આ સાથે જ મંડળ દ્વારા જણાવાયું કે, ગ્રુપ અ અને ગ્રુપ ઇના પદો પર ભરતી માટે CCE 2024 પરીક્ષા 1 એપ્રિલથી 8 મે 2024 સુધી આયોજિત કરાશે. પરીક્ષા દરરોજ 4 શિફ્ટમાં કંડક્ટ કરાશે. પરીક્ષામાં સામેલ થવા જઈ રહેલા ઉમેદવારોને સલાહ આપવામાં આવી છે કે હોલ ટિકિટની સાથો સાથ એક વેલિડ ફોટો આઈડી કાર્ડ પણ જરૂૂર લઈને આવે. આ સિવાય ઉમેદવારોને પરીક્ષામાં એન્ટ્રી નહીં મળે. પરીક્ષાર્થી આ એક્ઝામથી જોડાયેલી માહિતી મેળવવા માટે સત્તાવાર વેબસાઈટ પર વિઝિટ કરી શકે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, પરીક્ષા પદ્ધતિની વાત કરીએ તો એક તબક્કામાં ખઈચ પ્રકારના પ્રશ્નોવાળી ઈઇછઝ સ્પાર્ધાત્મક પરીક્ષા ઉમેદવારે આપવાની રહેશે. સંશોધન મદદનીશ વર્ગ - 3 માટે માસિક 49,600 રૂૂપિયા અને આંકડા મદદનીશ વર્ગ 3 માટે 40,800 રૂૂપિયા પગાર મળશે. બંને વર્ગ માટે પ્રથમ પાંચ વર્ષ સુધી ફિક્સ પગાર મળશે.

Tags :
call letterexamgujaratgujarat newsjunior clerkjunior clerk call letter
Advertisement
Next Article
Advertisement