રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ભૂગર્ભના તૂટેલા ઢાંકણા દેખાય તો ફોન કરો

03:53 PM Nov 22, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

ઢાંકણાનો ફોટો પાડી વોટ્સએપ નંબર 9512301973 ઉપર ફરિયાદ કરવા અનુરોધ

રાજકોટ શહેરમાં રોડની વચ્ચો વચ ભૂગર્ભના ઢાંકણા લોકો માટે સમસ્યા બની ગયા છે. ઢાંકણાઓ તુટી જવાના કારણે અકસ્માતોના બનાવમાં સતત વધારો થતાં તેમજ ભુગર્ભનું પાણી પણ ઢાંકણામાંથી રોડ ઉપર વહેવાના બનાવો વધવા લાગતા મહાનગરપાલિકાએ ત્રણેય ઝોનના તમામ વોર્ડમાં મહાનગરપાલિકાની ભૂગર્ભ યોજનાના તુટેલા ઢાંકણાઓની વિગત આપવા માટે શહેરીજનોને અપીલ કરી છે. પર્યાવરણ વિભાગના જણાવ્યા મુજબ કોઈપણ વ્યક્તિને શહેરમાં કોઈપણ જગ્યાએ ભૂગર્ભનું ઢાંકણું તુટેલુ જોવા મળે તો તેનો ફોટો પાડી એડ્રેસ સાથે વોટ્સએપ કરી ફરિયાદ નોંધાવવા માટે સુચના આપવામાં આવી છે. આ ફરિયાદના આધારે મનપાના પર્યાવરણ વિભાગગ દ્વારા તુરંત આ ઢાંકણું દૂર કરી ેતના સ્થાને નવું ઢાંકણું ફીટ કરવાની કાર્યવાહી હાથ ધરાશે તેવી જ રીતે વેબસાઈટ ઉપર પણ તુટીલા ઢાંકણા અંગે પર્યાવરણ વિભાગને જાણકારી આપી શકાય છે.

રાજકોટ મહાનગરપાલિકાનાં રસ્તાા પર તુટેલા ભુગર્ભ ગટરના ઢાંકણા અને ફ્રેમનાં કારણે થતાં અકસ્મા તોનાં નિવારણ અર્થે તેમજ સલામતી માટે નાગરીકોને ભુગર્ભ ગટરનાં મેનહોલનાં તુટેલ ઢાંકણા ધ્યામનમાં આવ્યેથથી તાત્કાટલીક રાજકોટ મહાનગરપાલિકાનાં ટોલ ફ્રી નં.-155304, વેબ-સાઇટ ૂૂૂ.ળિભ.લજ્ઞદ.શક્ષ, વોટસઅપ નં.-9512301973 પર જાણ કરવી અથવા જે-તે વિસ્તોરની વોર્ડ ઓફિસે કે લગત ઝોન ઓફિસે જાણ કરવી. વિશેષમાં નાગરીકોએ કોઇપણ પ્રકારનાં પાણીનાં નિકાલ માટે ભુગર્ભ ગટરનાં ઢાંકણા ખોલવા કે તોડવા નહિ. જેથી મુખ્યન રસ્તાિ કે શેરીઓમાં વાહન વ્યણવહારમાં અડચણ ન થાય અને આ કારણોસર થતાં અકસ્માનતોને નિવારી શકાય. આ બાબતે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે.

Tags :
gujaratgujarat newsrajkotrajkot newsRMC
Advertisement
Next Article
Advertisement