રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

રાજકોટમાં વૈશ્ર્વિક ઓડિટ તાલીમ કેન્દ્ર ખુલ્લું મૂકતા CAG

04:58 PM Jul 18, 2024 IST | admin
Advertisement

એ.જી. ઓફિસનું ગાંધીનગર સ્થળાંતર થશે; રાજકોટમાં પ્રાદેશિક કક્ષાની કચેરી કાર્યરત રહેશે; અહીંથી વૈશ્ર્વિક કક્ષાની તાલીમ મેળવી પ્રેક્ટિશનરી આંતરરાષ્ટ્રીય કક્ષાએ શ્રેષ્ઠ ઓડિટર તરીકે સેવા આપી શકશે; ગીરીશચંદ્ર મુર્મુ

Advertisement

દેશના કમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલ ગિરીશચન્દ્ર મુર્મુએ રાજકોટની એ.જી.ઓફિસ કેમ્પસમાં આંતરરાષ્ટ્રીય તાલીમ કેન્દ્રનું ઉદઘાટન કર્યું હતું. તેમજ વરિષ્ઠ અધિકારીઓ સાથે આ નવનિર્મિત તાલીમ કેન્દ્રની મુલાકાત લીધી હતી. આ તકે પી.પી.ટી.ના માધ્યમથી આ વૈશ્વિક તાલીમ કેન્દ્રની માહિતી રજૂ થઈ હતી.

સી.એ.જી.એ કહ્યું હતું કે, રાજકોટ જેવા મુખ્ય શહેરમાં આવેલી રાજયની એકાઉન્ટન્ટ જનરલ ઓફિસ ખૂબ મહત્વની સંસ્થા છે. આ સંસ્થાની વડી કચેરી ગાંધીનગર સ્થળાંતરિત થશે. તથા રાજકોટમાં પ્રાદેશિક કક્ષાની કચેરી કાર્યરત રહેશે. ત્યારે આગામી સમયમાં સ્થાનિક સરકારના વિવિધ વિભાગોની પણ ઉચ્ચસ્તરીય તાલીમનું આયોજન થઈ શકે તે માટે રાજકોટમાં ખાસ આઈ.સી.એલ.જી. અંતર્ગત ઇન્ટરનેશનલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટની આંતરરાષ્ટ્રીય કક્ષાની સંસ્થા બનાવવામાં આવી છે. આ તાલીમ કેન્દ્રમાં આંતરરાષ્ટ્રીય તાલીમનું આયોજન કરવામાં આવશે. અહિથી વૈશ્વિક કક્ષાની તાલીમ પામીને પ્રેક્ટિસનરો રાજ્ય, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાને શ્રેષ્ઠ ઓડિટર તરીકેની સેવા આપી શકશે.

સી.એ.જી.એ વધુમાં કહયુ હતું કે, આ તાલીમ કેન્દ્ર વિવિધ દેશોમાં થઇ રહેલી સરકારી સંસ્થાઓની વિભિન્ન ઓડિટનો પદ્ધતિસરનો આધુનિક અભ્યાસ કરાવવાનો તથા તેના આદાન-પ્રદાન થકી કાર્ય પ્રણાલિમાં ગુણવત્તાયુક્ત ફેરફાર કરવામાં આ ઇન્સ્ટિટયૂટ મહત્વનું યોગદાન આપશે.

મૂર્મૂએ કહયુ હતું કે, આંતરરાષ્ટ્રીય કક્ષાના આ તાલીમ કેન્દ્રમાં રાજ્ય સરકારનો પંચાયતી વિભાગ, નગરપાલિકાઓ, મહાનગરપાલિકાઓ વગેરે માટે સ્પેશ્યિલ કેપેસિટી બિલ્ડીંગ માટેની તાલીમોના આયોજન કરવામાં આવશે. સમગ્ર દેશમાં આઈ.સી.એલ. જી. દ્વારા નોઇડા ખાતે કાર્યરત આઇ.ટી ઓડિટ તથા રાજસ્થાન ખાતેની એન્વાયર્નમેન્ટલ ઓડિટ જેવી સંસ્થાઓ ખાતે આંતરરાષ્ટ્રીય સ્તરની તાલીમોના આયોજન કરવામાં આવે છે, ત્યારે ગુજરાતમાં હયાત કોર્પોરેટ અને પંચાયતી રાજનું વિશિષ્ટ માળખાને વધુ સુદ્રઢ બનાવી તેની ક્ષમતાનો તાલીમ દ્વારા વધુ વિકાસ થાય તે માટે રાજકોટ ખાતે ઇન્ટર ઇન્ટરનેશનલ સેન્ટર ફોર લોકલ ગવર્નન્સ ઇન્સ્ટિટયૂટ બનાવવામાં આવી છે. તેમ મૂર્મુએ જણાવ્યું હતું.

સી.એ.જી. મૂર્મૂએ હિસાબલક્ષી સંપૂર્ણ કામગીરીનું નિરીક્ષણ કરી એ.જી. ઓફિસ રાજકોટના અધિકારીઓ સાથે બેઠક યોજી કામગીરીની સમીક્ષા કરી હતી. પ્રગતિ હેઠળના હોસ્ટેલ બિલ્ડીંગ સાઇટની મુલાકાત દરમિયાન સી.એ.જી. મુર્મુએ તાલીમ કેન્દ્રનાં ઓડિટોરિયમ, કોન્ફરન્સ હોલ, ફેકલ્ટી કવાર્ટર્સ, ગ્રિન એરિયા, ડ્રીપ ઇરીગેશન, પાર્કિગ એરિયા, ડ્રેનેજ એરિયા, એકાઉન્ટ બિલ્ડિંગ રીનોવેટ કરવા, કોપર ઇલેકટ્રિક વાયરીંગ કરવા સહિતના જરૂૂરી સુચનો અધિકારીઓને કર્યા હતા.

આ તકે ઓડિટ એડવાઈઝરી બોર્ડના સભ્ય આર. એલ. બિશ્નોઈ અને વિજ્યાનંદ, ગુજરાતના અર્બન ડેવલપમેન્ટના સેક્રેટરી અશ્વિનીકુમાર, પ્રિન્સિપલ એકાઉન્ટન્ટ જનરલ(ઓડિટ) દિનેશ પાટીલ, અમદાવાદના પ્રધાન મહાલેખાકાર સૌરભ જેપુરીયાળ, વરિષ્ઠ ઉપમહા લેખાકાર વિનસ ચૌધરી, સિનિયર ઓડિટ ઓફિસર અનિલ સાહુ, કલેક્ટર પ્રભવ જોશી, પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા,
જિલ્લા વિકાસ અધિકારી ડો.નવનાથ ગવ્હાણે, પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ સહિત રાજકોટ એ.જી.ઓફિસના અધિકારીઓ- કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આંતરરાષ્ટ્રીય સ્થાનિક શાસન ઓડિટ કેન્દ્ર (આઇસીએએલ), ભારતીય ઉચ્ચ ઓડિટ સંસ્થા (જઅઈં ઈંક્ષમશફ)ની એક અગ્રણી પહેલ છે, જે સ્થાનિક સરકારના ઓડિટરની ઓડિટ ક્ષમતા અને આત્મનિર્ભરતા વધારવા, વધુ સારા નાણાકીય પ્રદર્શનનું મૂલ્યાંકન, સેવા પ્રદર્શન અને આંકડા રજૂકરણને પ્રોત્સાહન આપવામાં એક મહત્વપૂર્ણ માર્ગસૂચક બન્યું છે.

Tags :
CAGgujaratgujarat newsindiaindia newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement