For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાજકોટ ડેરી દ્વારા પ્રતિ કિલો ફેટે રૂા. 25નો ભાવવધારો જાહેર કરાયો

12:25 PM Aug 21, 2024 IST | Bhumika
રાજકોટ ડેરી દ્વારા પ્રતિ કિલો ફેટે રૂા  25નો ભાવવધારો જાહેર કરાયો
Advertisement

રાજકોટ ડેરીએ દૂધ ભાવફેરની રકમ ડાયરેક્ટ દજૂધ ઉત્પાદકોના બેંક ખાતામાં જમા કરવાનો નિર્ણ કર્યો છે. ગુજરાત મિરર, રાજકોટ દૂધ સંઘ દ્વારા સને 2023-24ના નફામાંથી પ્રતિ કિલો ફેટે રૂા. 25 લેખે કુલ રૂા. 21.07 કરોડ ભાવફેર ચુકવવાની જાહેરાત કરાઈ છે. સૌરાષ્ટ્રમાં દૂધ ઉત્પાદકોના બેંક ખાતામાં ભાવફેરની રકમ ડાયરેક્ટ જમા કરવાની પહેલ દૂધ સંઘ દ્વારા કરવામાં આવી છે. રાજકોટ દૂધ સંઘ સાથે જોડાયેલ 202 દૂધ મંડળીઓના 18054 દૂધ ઉત્પાદકોના બંક ખાતામાં રૂા. 5.50 કરોડ ડાયરેક્ટ જમા કરવાનું આયોજન કરાયું છે.

રાજકોટ દૂધ સંઘ સાથે કુલ 885 દૂધ મંડળીઓના 66333 દૂધ ઉત્પાદકોના રૂા. 21.97 કરોડ ભાવફેર જન્માષ્ટમીના તહેવાર પહેલા ચુકવવાનો નિર્ણય ગોરધનભાઈ ધામેલિયા અધ્યક્ષ દ્વારા જાહેર કરાયો છે. રાજકોટ દૂધ સંઘના અધ્યક્ષ ગોરધનભાઈ ધામેલિયા અને નિયામક મંડળના સભ્યો દ્વારા સંઘ સાથે જોડાયેલા હજારો દૂધ ઉત્પાદકો આર્થિક અને સામાજીક હિતોને ધ્યાનમાં રાખીને નિર્ણયો લેવામાં આવે છે. આ અંતર્ગત આજરોજ તા. 20ના રોજ રાજકોટ દૂધ સંઘના ડિરેક્ટરો તથા સંઘના જુદા જુદા વિભાગના વિભાગીય વડાની ઉપસ્થિતિમાં સંઘ દ્વારા વર્ષ 2023-24ના નફામાંથી ભાવફેર રૂા. 5.50 કરોડની રકમ 18054 દૂધ ઉત્પાદકોના બેંક ખાતામાં સંઘના ચેરમેને ઓનલાઈન ડાયરેક્ટ જમા કરવામાં આવી હતી. એમ રાજકોટ ડેરીની યાદીમાં જણાવ્યું છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement