બપોર સુધીમાં બાકીદારોની વધુ 27 મિલકત સીલ, 16ને જપ્તીની નોટિસ
- સ્થળ ઉપર રૂા. 57.04 લાખની વેરા વસુલાત હાથ ધરી
મનપાના વેરાવિભાગ દ્વારા રિકવરી ઝુંબેશ અંતર્ગત આજે બપોર સુધીમાં વધુ 27 મિલ્કત સીલ કરી 16ને જપ્તીની નોટીસ ફટકારી સ્થળ ઉપર રૂા. 57.04 લાખની વસુલાત હાથ ધરી હતી.
એરપોર્ટ રોડ પર આવેલ એકજાનગર બ્લોક -100 નાં બાકી માંગણા સામે સીલ ની કાર્યવાહી કરતા રિકવરી રૂૂ.40,630, શ્રી રામ સોસાયટી માં 1-યુનિટની નોટિસ સામે રીકવરી રૂૂ.40,000, શ્રી રણછોડનગરમાં-13 માં પ્લોટ નં-21/પી/1 શોપ નં-1 ના 1-યુનિટના બાકી માંગણા સામે સીલ ની કાર્યવાહી કરતા રિકવરી રૂૂ.1.30 લાખ, સંત કબીર રોડ પર શક્તિ સોસાયટીમાં શેરી નં-1માં 1-યુનિટના બાકી માંગણા સામે સીલ ની કાર્યવાહી કરતા રિકવરી રૂૂ.46,000/-.ામભ ચેક આપેલ, મહીકા માર્ગ પર દિન દયાળ ઇન્ડ એરિયા એસ્ટેટમાં શેરી નં-6મા અંકુર ફર્નીચર નજીક 1-યુનિટની નોટીસ સામે રીકાવરી રૂૂ.22,543, આજી ડેમ ચોકડી પાસે બ્રાહ્મીન કોમ્પ્લેક્ષ્ માં ફર્સ્ટ ફ્લોર પર શોપ નં-2 ને સીલ મારેલ, ભાવનગર રોડ પર આવેલ યોગી નગર માં 1-યુનિટ નાં બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી રૂૂ.80,000, મહીકા માર્ગ પર આવેલ સત્યમ પાર્કમાં 1-યુંનીટ ની નોટિસ સામે રિકવરી રૂૂ.54,720ની કરી હતી. વેરાવિભાગ દ્વારા ગોડલ રોડ પર આવેલ ગાયત્રી કોમ્પ્લેક્ષ થર્ડ ફ્લોર શોપ નં-1 નાં બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી રૂૂ.2.75 લાખ જાગનાથ પ્લોટ માં આવેલ પટેલ બિલ્ડીંગમાં 2-શોપને સિલ મારેલ, જાગનાથ પ્લોટ માં આવેલ પટેલ બિલ્ડીંગમાં સુરેશ સ્વીટ માર્ટ નાં બાકી માંગણા સામે સીલ ની કાર્યવાહી કરતા ચેક આપેલ, સરદાર નગર મેઈન રોડ પર આવેલ જાગનાથ સ્કુલ નં-19 ની સામે ડો બકુલા લોઢવિયા કિલનિક ને સીલ મારેલ, કાલાવડ રોડ પર રંગોલી પાર્ક સામે પ્લોટ નં-84 ,91-મધુરમ મોટર્સના 1-યુનિટના બાકી માંગણા સામે સીલ ની કાર્યવાહી કરતા રિકવરી રૂૂ.62,000, કાલાવડ રોડ પર રામેશ્વર પાર્ટી પ્લોટ સામે જીનીયસ કાઉ-હાઉસના 1-યુનિટની નોટીસ સામે રિકવરી રૂૂ.70,107, નાના મૌવા રોડ પર આર.કે પ્રાઈમ નજીક ટ્વીન સ્ટાર હોટેલના 11 વિં ફ્લોરમાં ઓફીસ નં-1106 ના 1-યુનિટના બાકી માંગણા સામે સીલ ની કાર્યવાહી કરતા રિકવરી રૂૂ.52,645, નાના મૌવા રોડ પર આર.કે પ્રાઈમ નજીક ટ્વીન સ્ટાર હોટેલના 11 વિં ફ્લોરમાં ઓફીસ નં-506 ના 1-યુનિટના બાકી માંગણા સામે સીલ ની કાર્યવાહી કરતા રિકવરી રૂૂ.52,650ની વસુલાત કરી હતી.