સારા સંસ્કારોના સિંચનથી બાળકો માનવતાના રક્ષક અને રાષ્ટ્ર નિર્માતા બની શકે છે: રાજ્યપાલ
માનવ નિર્માણ માટેની પ્રથમ પ્રયોગશાળા પરિવાર છે અને માતા-પિતા તે પ્રયોગશાળાના વૈજ્ઞાનિકો છે. જો ભાવી પેઢીને આ પ્રયોગશાળામાં સંસ્કારોથી સિંચવામાં આવે, તો તે બાળક ભવિષ્યમાં સમાજ, રાષ્ટ્ર અને માનવતાના કલ્યાણનો આધાર બની શકે છે.િીજ્ઞિ;ં આ પ્રેરણાદાયી લાગણી રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ આજે ગાંધીનગર ટાઉનહોલ ખાતે ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી દ્વારા આયોજિત ધન્યોગૃહસ્થાશ્રમ યુગલ માર્ગદર્શન કાર્યક્રમમાં વ્યક્ત કરી હતી. આ કાર્યક્રમમાં ગુજરાત સરકારના મહિલા અને બાળ કલ્યાણ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરિયા, ગાંધીનગરના મેયર મીરાબેન પટેલ, ગાંધીનગર જિલ્લા પંચાયત પ્રમુખ શિલ્પાબેન પટેલ, ગાંધીનગર(ઉત્તર)ના ધારાસભ્ય રીટાબેન પટેલ, ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટીના કુલપતિ ડો. ટી.એસ. જોશી, ગૌ વિશ્વ વિદ્યાપીઠમના કુલગુરુ ડો. હિતેશ જાની અને શહેરના પ્રતિષ્ઠિત નાગરિકો, શિક્ષકો અને યુવા દંપતીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
રાજ્યપાલએ કહ્યું કે, બાળકનું નિર્માણ માતાના ગર્ભથી શરૂૂ થાય છે. ભારતના ઋષિમુનિઓએ, સંસ્કારની પ્રક્રિયાને માત્ર એક સામાજિક વિધિ તરીકે નહીં પણ એક વૈજ્ઞાનિક પ્રણાલી તરીકે રજૂ કરી હતી. ગર્ભધારણથી અગ્નિસંસ્કાર સુધીના 16 સંસ્કારોનો ખ્યાલ આપવામાં આવ્યો હતો જેથી માણસ માત્ર શરીરથી જ નહીં પરંતુ ગુણોમાં પણ શ્રેષ્ઠ બને. તેમણે કહ્યું કે, આજની સમસ્યા એ નથી કે સંસાધનોનો અભાવ છે, પરંતુ સંવેદનશીલતા, સહિષ્ણુતા, કરુણા અને પ્રેમનો અભાવ છે. સમાજ, રાષ્ટ્ર અને વિશ્વમાં શાંતિ ત્યારે જ શક્ય છે, જ્યારે આપણે ભવિષ્યની પેઢીને માત્ર ડોક્ટરો, એન્જિનિયરો, અધિકારીઓ જ નહીં પરંતુ સજ્જન, સંવેદનશીલ અને સત્યવાદી માનવી બનાવવાને પ્રાથમિકતા આપીએ.
કાર્યક્રમ દરમિયાન રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને ઉપસ્થિત મહાનુભાવો દ્વારા સગર્ભા સ્ત્રીઓ માટે ખાસ તૈયાર કરાયેલ કેલેન્ડરનું વિમોચન કરવામાં આવ્યું હતું. સાથે જ, ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી દ્વારા વિવિધ સંસ્થાઓ સાથે 18 સમજૂતી કરાર (ખજ્ઞઞ) પર પણ હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નવદંપતીઓ, સગર્ભા સ્ત્રીઓ, ડોક્ટર્સ, શિક્ષણ અને મનોવિજ્ઞાન સંબંધિત નિષ્ણાતો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં સહભાગી થનાર દંપતીઓનું પ્રકૃતિ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. દિપક તેરૈયા, ફેસિલિટેટર અને રિલેશનશીપ એડવાઈઝર, ડો. કરિશ્મા નારવાણી, ગર્ભોપનિષદ ફાઉન્ડેશન, ડો. દર્શન ભીમાણી, ગાયનેકોલોજિસ્ટ જેવાં તજજ્ઞો દ્વારા આયુર્વેદ, યોગ, પ્રાણાયામ, ધ્યાન, પોષણયુક્ત આહાર, વિચાર શિસ્ત, જીવનશૈલી અને આધ્યાત્મિક દૃષ્ટિકોણથી દંપત્તિઓને સંકલિત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત સગર્ભા સ્ત્રીઓ માટે નસૂર સગર્ભાથ સંગીતમય કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જયેશભાઈ ત્રિવેદી, ઈલાબેન વેદાંત, ભૈરવીબેન દીક્ષિત, હાર્દિક ભટ્ટ, હયાતિબેન વૈદ્ય, અમિત પરમાર, ચંદ્રસિંહ વિહોલ, વિવેક ભટ્ટ, નયન વાઘેલા અને સાક્ષી ત્રિવેદી દ્વારા શાસ્ત્રીય સંગીતની જીવંત પ્રસ્તુતિ કરવામાં આવી હતી.