રાજકોટ જિલ્લામાં પાંચ પાલિકા અને સાત પંચાયતની પેટા ચૂંટણી યોજાશે
રાજ્યની 66 નગરપાલિકાની ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે. રાજ્ય ચૂંટણી કમિશ્નરના જણાવ્યા અનુસાર, સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે 16 ફેબ્રુઆરી મતદાન યોજાશે.જેનું પરિણામ 18 ફેબ્રુઆરીના રોજ જાહેર કરવામાં આવશે. રાજકોટમાં 5 પાલિકા અને 7 પંચાયતોની પેટા ચૂંટણી યોજાશે જેને કલેક્ટર તંત્ર દ્વારા તૈયારીઓ શરૂૂ કરી દેવામાં આવી છે.
કલેકટર પ્રભવ જોશીએ જણાવ્યું હતું કે તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીની તૈયારીઓ હાલ શરૂૂ કરી દેવામાં આવી છે. ચૂંટણીની કામગીરી દરમિયાન બે હજાર જેટલા કર્મચારીઓનો સ્ટાફ ફાળવવામાં આવશે. આજે સાંજે રાજ્ય ચૂંટણીપંચ દ્વારા કલેકટરો સાથે ચૂંટણી કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. જેમાં સંવિધાનશીલ બુથો તેમજ નોમિનેશન ની તૈયારીઓ અંગેની સમીક્ષા કરી હતી.
કલેક્ટર પ્રભવ જોશીએ વધુમાં જણાવ્યું હતું કે રાજકોટ જિલ્લામાં નગરપાલિકાની પાંચ અને 7 તાલુકા પંચાયતની સીટો પર ચૂંટણી યોજાવા જઈ રહી છે. મોટાભાગની તૈયારીઓ કરી લેવામાંઆવી છે. શાંતિપૂર્ણ રીતે ચૂંટણી યોજાઈ તે રીતનું આખું આયોજન કરવામાં આવ્યું છે.