લોકમેળાના કડક નિયમો સામે ધંધાર્થીઓનો મોરચો
પ્રથમ દિવસે એક પણ ફોર્મ ઉપાડયા નહીં, રણનીતિ માટે બેઠક
સૌરાષ્ટ્રની ઓળખ સમાન પ્રસિદ્ધ લોકમેળો આ વખતે પણ શરૂૂઆતથી જ વિવાદોમાં સપડાયો છે. ગત વર્ષે SOP (સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર) ના કડક નિયમોને કારણે રાઇડ સંચાલકોને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મંજૂરી આપવામાં ન આવતા અનેક પ્રશ્નો ઉભા થયા હતા. ત્યારે, આગામી 2025 ના લોકમેળાની તૈયારીઓ લોકમેળા સમિતિ દ્વારા શરૂૂ કરી દેવામાં આવી છે. આજથી મેળાના સ્ટોલ અને રાઇડ્સ માટેના ફોર્મ વિતરણની પણ શરૂૂઆત કરી દેવામાં આવી છે. જોકે, આજે એક પણ સ્ટોલ ધારકો દ્રારા ફોર્મ ઉપાડવામાં આવ્યા નથી અને લોકમેળાના ધંધાર્થીઓએ આગળની રણનીતિ માટે સાંજે બેઠક યોજી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, રાઇડ સંચાલકોએ સ્પષ્ટપણે જણાવી દીધું છે કે જ્યાં સુધી તેમના SOP સંબંધિત પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી તેઓ એક પણ ફોર્મ ભરશે નહીં. એટલું જ નહીં, રાઇડ સંચાલકોના સમર્થનમાં અન્ય સ્ટોલ ધારકો અને વેપારીઓએ પણ જ્યાં સુધી રાઇડ સંચાલકોનો પ્રશ્ન હલ ન થાય ત્યાં સુધી ફોર્મ ન ઉપાડવાનો નિર્ણય કર્યો છે.
સૌપ્રથમ વખત આજે સાંજે ત્રણ વાગ્યે બાલ ભવન ખાતે મેળા એસોસિએશન 2025 ની સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ બેઠકમાં રાઇડ સંચાલકો, સ્ટોલ ધારકો તેમજ અન્ય વેપારીઓ સહિત મોટી સંખ્યામાં મેળા સાથે સંકળાયેલા લોકોએ ભાગ લઈ લોકમેળા માટે આગળની રણનીતિ ઘડી કાઢવામાં આવનાર છે.આ સાધારણ સભામાં જ્યાં સુધી રાઇડ સંચાલકોની SOP હળવી કરવામાં ન આવે અને તેમને મેળામાં રાઇડ્સ લગાવવાની મંજૂરી ન મળે ત્યાં સુધી એક પણ ફોર્મ ન ઉપાડવા અંગેનો ઠરાવ પણ સર્વાનુમતે પસાર કરવામાં આવશે તેવી શક્યતા છે. આ ઠરાવ મેળા સમિતિ અને વહીવટી તંત્ર પર દબાણ વધારશે.
તો બીજી બાજુ કલેક્ટે જણાવ્યું હતું કે કોઈપણ બાંધ છોડ કરવામાં નહીં આવે કારણ કે લોકમેળામાં દસ લાખથી વધુ લોકોને સુરક્ષાનો સવાલ છે અને નિયમો જે રાજ્ય સરકારે બનાવવામાં આવ્યા છે તે જ નિયમ લોકમેળામાં પાલન કરવાના રહેશે જો આગામી સમયમાં હરાજીમાં ભાગ લેવામાં નહીં આવે તો તંત્ર દ્વારા અન્ય રાજ્યમાંથી પણ રાઈડ સંચાલકોને બોલાવવાની વેચાણા ચાલી રહી છે.