રાજુલા નજીક કાર ડૂબી જતા વેપારીનું મૃત્યુ
જેસીબીની મદદથી પુલ તોડી ફસાયેલી કાર બહાર કઢાઇ
રાજુલા પંથકમાં ભારે વરસાદના કારણે નદીઓ તળાવોમાં પૂરની સ્થિતિ હતી રાજુલા તાલુકાના ગાંજાવદર ગામના વતની માર્કેટિંગ યાર્ડના વેપારી ભગવાનભાઈ લાખાભાઇ વાઘ વતનથી વહેલી સવારે આવતા હતા આ દરમ્યાન ઉંટીયા રાજપરડા વચ્ચે પુલ આવેલ છે આ પુલ પર કાર સ્વીફ્ટ ભગવાનભાઇ લઈ નીકળતા પુલ વચ્ચે મોટો ભુવો પડતા કાર ડૂબી ગઇ હતી. આ અંગે ગ્રામજનોને જાણકારી મળતા આસપાસના ગામડાના લોકો મોટી સંખ્યામાં એકત્ર થયા અને ભગવાનભાઇ વાઘની મૃત લાશ બહાર કાઢવામાં આવી હતી ત્યારબાદ પીએમ માટે રાજુલા હોસ્પિટલમાં ખસેડવામાં આવતા પૂર્વ ધારાસભય અંબરીષભાઈ ડેર સહીત આહીર સમાજના આગેવાનો હોસ્પિટલ દોડી ગયા હતા.
પુલ નીચે કાર ફસાય જવાના કારણે સ્થાનિક લોકોની મદદથી તંત્ર દ્વારા બે જેસીબી મારફતે પુલ વચ્ચેથી તોડી કારને કલાકો બાદ બહાર કઢાવમાં આવી હતી ગ્રામજનો દ્વારા તંત્રની કામગીરી સામે રોષ વ્યક્ત કર્યો હતો તંત્ર દ્વારા કોઈ મદદ સમયસર પોહચાડી ન હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા ઘટના સ્થળે રાજુલા મામલતદાર હરેશ પુરોહિત,તાલુકા વિકાસ અધિકારી સરવૈયા સહીત દોડી આવ્યા હતા અને બહાર કાઢવા માટેની કામગીરી હાથ ધરવામાં આવેલ ત્યારે રાજુલા મામલતદાર એ જણાવેલ કે આ ઘટના વહેલી સવારની હતી પરંતુ તંત્રને આ જાણ સવારે 8.25 આજુબાજુ થતા અમે અમારી ટીમ સાથે દોડી આવેલા ત્યારે આ સમાચાર ડુંગર પોલીસને મળતા ડુંગર પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવેલી હતી.
નદીમાં તણાયેલી અલ્ટો કારને પોલીસે સુરક્ષિત કાઢી
સા.કુંડલા શહેરમાં ભારે વરસાદ પડ્યો અને નાવલી નદી બે કાંઠે વહેતી થઈ હતી જેમાં નાવલી નદીમાં છેલ્લા 5 દિવસથી એક અલ્ટો કાર પડી હતી જે પાણીના પ્રવાહમાં તણાય હતી જોકે બાદમાં સા. કુંડલા ટાઉન PI ફુગસિયા ની સૂચનાથી PSI ગળચર તેમજ સા. કુંડલા ટ્રાફિક પોલીસ અને ટાઉન પોલીસના જવાનો દ્વારા અલ્ટો કારને સુરક્ષિત બડાર કાઢી કાર તેમના માલિકનો સંપર્ક કર્યો હતો સા. કુંડલા ટાઉન પોલીસ ASI રાજુભાઈ બારૈયાની યાદીમાં જણાવાયું હતું