ગાય દુષ્કર્મીને દશેરાના દિવસે રાવણ સાથે બાંધીને સળગાવો: કરણી સેના
કૃષ્ણનગરના બનાવ અંગે પારસબાએ વીડિયો વાઇરલ કરી આક્રોશ વ્યકત કર્યો
જામનગરના કૃષ્ણનગર વિસ્તારમાં તાજેતરમાં બનેલી ગાય પર દુષ્કર્મની ઘટનાએ સમગ્ર સમાજમાં ચકચાર મચાવી દીધી છે. આ ઘટના બાદ રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના સૌરાષ્ટ્ર મંત્રી રાઠોડ પારસબાએ આરોપીને દશેરાના દિવસે ફટાકડાથી સજાવીને રાવણ સાથે બાંધીને સળગાવી નાખવાની માંગ કરી છે.
પારસબાએ સોશિયલ મીડિયા પર એક વિડિયો શેર કરીને આ મુદ્દે પોતાનો રોષ વ્યક્ત કર્યો છે. તેમણે જણાવ્યું છે કે, હવસખોર નરાધમો હવે અવારનવાર ગાય પર દુષ્કર્મની ઘટનાઓ આચરી રહ્યા છે. બહેન-દીકરીઓની સુરક્ષા બાદ હવે ગાયોને પણ નિર્દયતાથી નિશાન બનાવવામાં આવી રહી છે. જામનગરમાં બનેલી આ ઘટના એક ગંભીર સમાજિક સમસ્યા તરફ ધ્યાન દોરતી છે. આવા અમાનવીય કૃત્યો કરનારાઓ સામે કાયદો કડક હાથે લેવાની જરૂૂર છે.
પારસબાએ પોતાના વિડિયોમાં આવી ઘટનાઓને ગંભીર ગુના ગણાવી છે અને આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. તેમણે જણાવ્યું છે કે, આવા લોકોને સમાજમાં કોઈ સ્થાન નથી અને તેમને કાયદાના કઠોર શિક્ષા મળવી જોઈએ.
આ ઘટનાએ સમાજમાં એક ચિંતાજનક પરિસ્થિતિ ઉભી કરી છે. ગાયને માત્ર દૂધ આપનાર પ્રાણી તરીકે જ નહીં, પરંતુ એક પવિત્ર પ્રાણી તરીકે પૂજવામાં આવે છે. આવી સ્થિતિમાં ગાય પર દુષ્કર્મની ઘટનાઓ ખૂબ જ દુ:ખદ છે.
આવી ઘટનાઓને રોકવા માટે સમાજમાં જાગૃતિ ફેલાવવી જરૂૂરી છે.
લોકોને આવા ગુનાઓ વિશે જાગૃત કરવા અને આવા કૃત્યો કરનારાઓ સામે આવાજ ઉઠાવવાની જરૂૂર છે. સરકારને પણ આવા ગુનાઓને રોકવા માટે કડક કાયદા બનાવવા જોઈએ અને તેનું પાલન કરાવવું જોઈએ.