ટૂંક સમયમાં બુલેટ ટ્રેન દોડશે; મુંંબઇથી અમદાવાદ સવા બે કલાકમાં પહોંચશે
ભાવનગરમાં કેન્દ્રીય રેલ મંત્રી અશ્ર્વિની વૈષ્ણવની જાહેરાત: 508 કિ.મીનું અંતર કાપવા બુલેટ ટ્રેન 320 કિમી/કલાકની ઝડપે દોડશે: ઇઊંઈથી દેશની પહેલી બુલેટટ્રેન ચાલશે
ગુજરાત મિરર, ભાવનગર તા.4
અમદાવાદથી મુંબઈ વચ્ચે દોડાવવામાં આવનારી બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પર પુરજોશમાં કામ ચાલી રહ્યું છે. એવામાં ગુજરાતના મહેમાન બનેલા રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે દેશની પહેલી બુલેટ ટ્રેનને લઈને મોટી અપડેટ આપી છે.
અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે, ભારતની પહેલી બુલેટ ટ્રેન સેવા જલ્દી જ શરૂૂ થઈ જશે. જેના પરિણામે મુંબઈ અને અમદાવાદ વચ્ચેની મુસાફરીનો સમય ઘટીને માત્ર બે કલાક સાત મિનિટનો થઈ જશે.
હકીકતમાં ગઇકાલે ભાવનગર ટર્મિનસ ખાતે એક કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચેલા રેલ્વે મંત્રીએ બુલેટ ટ્રેનને લઈને મોટું નિવેદન આપ્યું હતુ. આ દરમિયાન તેમણે અયોધ્યા એક્સપ્રેસ, રેવા-પુણે એક્સપ્રેસ અને જબલપુર-રાયપુર એક્સપ્રેસને લીલી ઝંડી આપી હતી.
રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે, મુંબઈથી અમદાવાદ સુધીની પ્રથમ બુલેટ ટ્રેન ખૂબ જ ટૂંક સમયમાં શરૂૂ થશે અને આ પ્રોજેક્ટ પર કામ ઝડપી ગતિએ ચાલી રહ્યું છે. જ્યારે તે દોડવાનું શરૂૂ થશે, ત્યારે મુંબઈથી અમદાવાદની મુસાફરીમાં ફક્ત બે કલાક અને સાત મિનિટનો સમય લાગશે. ભારતની પહેલી બુલેટ ટ્રેન મુંબઈ અને અમદાવાદ વચ્ચે 508 કિમીનું અંતર કાપશે. આ દેશની પહેલી બુલેટ ટ્રેન હશે. મહારાષ્ટ્ર અને ગુજરાત વચ્ચે દોડનારી આ ટ્રેન બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ (BKC) વિસ્તારથી શરૂૂ થશે અને ગુજરાતના વાપી, સુરત, આણંદ, વડોદરા અને અમદાવાદને જોડશે. ભારતની પહેલી બુલેટ ટ્રેનની મહત્તમ ગતિ 320 કિમી પ્રતિ કલાક હશે.
કેન્દ્રીય મંત્રીએ દાવો કર્યો કે, નરેન્દ્ર મોદી સરકારના 11 વર્ષમાં 34,000 કિમી નવા રેલ ટ્રેક નાખવામાં આવ્યા છે. દેશમાં દરરોજ લગભગ 12 કિમી નવા ટ્રેક બનાવવામાં આવી રહ્યા છે. રેલ્વે મંત્રીએ કહ્યું કે, દેશમાં 1,300 રેલ્વે સ્ટેશનોનો પુનર્વિકાસ કરવામાં આવી રહ્યો છે, જે પહેલાં ક્યારેય થયું નથી.
પોરબંદર-જેતલસર-રાજકોટ વચ્ચે બે નવી ટ્રેન, રાણાવવામાં નવું કોચ મેઇન્ટેનન્સ હબ મંજૂર
કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ અને કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા દ્વારા જાહેર કરાયેલા નવા મંજૂર કરાયેલા પ્રોજેક્ટ્સની વિગતો અનુસાર, પોરબંદર અને રાજકોટ વચ્ચે વાંસજલિયા અને જેતલસર થઈને બે નવી ટ્રેન સેવાઓને મંજૂરી આપવામાં આવી છે. આમાંથી એક ટ્રેન દરરોજ દોડશે અને બીજી ટ્રેન અઠવાડિયામાં પાંચ દિવસ દોડશે. વધુમાં ઘણી ટ્રેનોને નવા સ્ટેશનો પર સ્ટોપેજ આપવામાં આવ્યા છે. જેમાં ટ્રેન નંબર 11463/64, 11465/66, 19251/52, અને 19319/20 નવાગઢ સ્ટેશન પર સ્ટોપેજ આપશે. ટ્રેન નંબર 12945/46 અને 19203/04 જેતપુર સ્ટેશન પર સ્ટોપેજ મેળવશે. ટ્રેન નંબર 59557/60 ને રાણાવાવ સ્ટેશન પર સ્ટોપેજ આપવામાં આવ્યું છે. ટ્રેન નંબર 59557/60 ખોડિયાર મંદિર સ્ટેશન પર પણ સ્ટોપેજ આપશે. સ્થાનિક લોકોની દાયકાઓ જૂની માંગણીના જવાબમાં, સરડિયા અને વાંસજાલિયા વચ્ચે નવી રેલ્વે લાઇન માટે ફાઇનલ લોકેશન સર્વે (FLS)ને મંજૂરી આપવામાં આવી છે. રાણાવાવ સ્ટેશન પર રૂૂ. 135.64 કરોડના અંદાજિત ખર્ચે એક નવું કોચ મેન્ટેનન્સ હબ બનાવવામાં આવશે. પોરબંદર શહેરના ભદ્રકાળી ગેટ નજીક લેવલ ક્રોસિંગ નંબર 3 પર નવો રોડ ઓવર બ્રિજ બનાવવાની શક્યતાની તપાસ કરવામાં આવી છે અને તેનું જનરલ એરેન્જમેન્ટ ડ્રોઇંગ (GAD) તૈયાર કરવામાં આવી રહ્યું છે. નવાગઢ રેલ્વે સ્ટેશન નજીક અંડરપાસ બનાવવા માટે પણ દરખાસ્ત કરવામાં આવી છે.