For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભાણવડ નજીક બુલેટની મોટરકાર સાથે ટક્કર: ચાલકનું મૃત્યુ

11:19 AM Mar 22, 2024 IST | Bhumika
ભાણવડ નજીક બુલેટની મોટરકાર સાથે ટક્કર  ચાલકનું મૃત્યુ

Advertisement

ખંભાળિયા તાલુકાના ભંડારીયા ગામે રહેતા નારણભાઈ કરસનભાઈ ભાટીયા નામના યુવાન ગઈકાલે ગુરુવારે તેમના જી.જે. 10 સી.જે. 7586 નંબરના બુલેટ મોટર સાયકલ લઈને જઈ રહ્યા હતા, ત્યારે પૂરઝડપે અને ગફલતભરી રીતે પોતાનું બુલેટ મોટરસાયકલ ચલાવી અને ભાણવડ નજીક ગુંદલા ગામના પાટીયા પાસેના માર્ગ પર બુલેટ ચાલક નારણભાઈએ આગળ જઈ રહેલી જી.જે. 37 જે. 6843 નંબરની અલ્ટો મોટરકાર સાથે પોતાનું બુલેટ અથડાવતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત નારણભાઈ ભાટીયાનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું.

આ બનાવ અંગે કારના ચાલક વિક્રમભાઈ પરબતભાઈ કરમુર (ઉ.વ. 30, રહે. સણખલા - ભાણવડ) ની ફરિયાદ પરથી ભાણવડ પોલીસે બુલેટ ચાલક નારણભાઈ કરસનભાઈ ભાટીયા સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, જરૂરી કાર્યવાહી કરી હતી.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement