દીવના નાગવા બીચમાં સરકારી જમીનમાં ખડકાયેલા દબાણો પર બૂલડોઝર ચલાવાયું
અમદાવાદના ચંડોળા બાદ હવે દીવ નાગવામાં સરકારી જમીન ઉપરના દબાળો દૂર કરવાની કામગીરી તેજ કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ દીવનાં નાગવા બીચ ખાતે મેગા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. દીવ ફોરેસ્ટ વિભાગની જમીન પર ગેરકાયદે દબાણ કરતા બુલડોઝર ફેરવવામાં આવ્યું છે. દીવનાં નાગવા ખાતે ગેરકાયદે દબાણને દુર કરવા માટે તંત્રએ એક્શન પ્લાન તૈયાર કર્યો હતો. આ એક્શન પ્લાન મારફતે સરકારી જમીન પર તંત્રનું બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું. ડિમોલિશન દરમિયાન કોઇ ઘટના ન ઘટે તે માટે મોટી સંખ્યામાં પોલીસ કાફલો તૈનાત કરીને ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
દીવના નાગવા ખેતા વર્ષોથી રહેતા રહીશોના મકાન તોડી પડવામાં આવ્યા છે. હાલ સ્થાનિકો ઘર વિહોણા થતા તંત્ર પાસે રહેણાંક માટે આશરાની માંગ કરી રહ્યા છે. ડિમોલિશન થતાની સાથે જ સ્થાનિકોમાં રોષ અને દુ:ખની લાગણી વ્યાપી છે.
દીવ ફોરેસ્ટ વિભાગમાં જમીન આવતી હોવાથી તંત્ર દ્વારા મકાનોને તોડી પાડવામાં આવ્યા છે. આ કાર્યવાહી વિના કોઇ વિધ્ન પાર પડે તે માટે મોટી સંખ્યામાં પોલીસ કાફલો તૈનાત કરાયો હતો. સ્થાનિકોના મકાનો જ્યારે તોડી પાડવામાં આવતા હતા ત્યારે મહિલાઓના રુદનના દ્રશ્યો સર્જાયા હતા. છતા પણ તંત્રએ ડિમોલિશનની કાર્યવાહી યથાવત રાખી હતી. દીવ પ્રશાસન સામે લોકોમાં ભારે રોષ વ્યાપ્યો છે.