For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ધોરાજીમાં બુલડોઝરની ધણધણાટી: મુખ્ય માર્ગો પર રૂા.2.40 કરોડની જમીન પર દબાણ દૂર કરાયા

11:48 AM Jan 11, 2025 IST | Bhumika
ધોરાજીમાં બુલડોઝરની ધણધણાટી  મુખ્ય માર્ગો પર રૂા 2 40 કરોડની જમીન પર દબાણ દૂર કરાયા

ધોરાજી નગરપાલિકા હદ વિસ્તારમાં આવતા પોસ્ટ ઓફિસ ચોકીથી ગેલેક્સી ચોક તરફ જતા રસ્તા ઉપર આશરે કુલ-12 આસામીઓ દ્વારા જાહેર જગ્યા પર ગેરકાયદેસર રેકડીઓ રાખી આશરે 450 ચો.વાર જગ્યામાં દબાણ કરેલ હતું. જે જમીનની અંદાજીત કિંમત 67,50,000 તથા ગેલેકસી ચોક થી રેલવે સ્ટેશન તરફ જતા રસ્તા પર કુલ-14 આસામીઓ દ્વારા જાહેર જગ્યા પર ગેરકાયદેસર રેકડીઓ રાખી આશરે 600 ચો.વાર જગ્યામાં દબાણ કરેલ હતું.જે જનીનની અંદાજીત કિંમત 90,00,000 તથા લાલા લજપતરાય ચોકમાં કુલ-04 આસામીઓ દ્વારા જાહેર જગ્યા પર ગેરકાયદેસર રેકડીઓ રાખી આશરે 250 ચો.વાર જગ્યામાં દબાણ કરેલ હતું.જે જનીનની અંદાજીત કિંમત 37,50,000 તથા નાગરિક બેંકથી જુનાગઢ રોડ સ્વામીનારાયણ મંદિર તરફ જતા રસ્તા ઉપર આશરે કુલ-06 આસામીઓ દ્વારા જાહેર જગ્યા પર ગેરકાયદેસર રેકડીઓ રાખી આશરે 350 ચો.વાર જગ્યામાં દબાણ કરેલ હતું.

Advertisement

જે જમીનની અંદાજીત કિંમત 45,00,000 મળી કુલ 1600 ચો.વાર જગ્યા પરના આશરે 2,40,00,000ના ગેરકાયદેસરનાં દબાણો માન.કલેકટર રાજકોટ પ્રભવ જોષી સાહેબના માર્ગદર્શન હેઠળ પ્રાંત અધિકારીશ્રી ધોરાજી શ્રી નાગાજણ એમ.તરખાલા તથા ઇ.ચા. મામલતદાર ધોરાજી - બી.વી.ગોંડલિયા તથા ચીફ ઓફિસર, ધોરાજી જયમલ મોઢવાડિયા તથા જુનિયર નગરનિયોજક સંજયભાઈ બગડા તથા મ્યુનિસિલ ઇજનેરશ્રી નિલેશ ભેડા દ્વારા દબાણ દુર કરવામાં આવેલ છે તેમજ આગામી સમયમાં ધોરાજી નગરપાલિકા હદ વિસ્તારમાં અન્ય જાહેર રસ્તાઓ પરના દબાણો દુર કરવાની કાર્યવાહી કરવામાં આવશે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement