મવડીમાં સરકારી જમીન પર બાંધેલા 40 મકાનો ઉપર બુલડોઝર ફર્યા
છેલ્લા કેટલાક સમયથી રાજકોટ જિલ્લા કલેકટરની સુચના મુજબ શહેર-જિલ્લામાં જુદા જુદા સ્થળે આવેલી કરોડો રૂૂપિયાની સરકારી જમીનો ઉપર ગેરકાયદેસર ખડકાય ગયેલા દબાણો ઉપર સંબંધિત મામલતદારોનાં બુલડોઝરો ધડાધડ ફરી રહ્યા છે. અને કિંમતી જમીનો ખૂલ્લી કરાવાઈ રહી છે.
આજે મવડી સર્વે નંબર 194 આવેલ 2500 ચોરસ મીટર જેટલી સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી હતી. આ જમીનની બજાર કિંમત અંદાજિત રૂૂા.20 કરોડની વધુ થવા જાય છે. સરકારી જમીન ઉપર લાંબા સમયથી ગેરકાયદેસર ખડકાય ગયેલા દબાણો ઉપર ફરી વળ્યું હતું. દક્ષિણ મામલદાર, નાયબ મામલતદાર તેમજ રેવન્યુ વિભાગનાનો સ્ટાફ અને પોલીસ દ્વારા 40 થી 45 જેટલા નાના મોટા મકાનો પર બુલડોઝર ફર્યુ હતું.
આ દબાણો અનુસંધાને તાજેતરમાં જ જિલ્લા કલેકટર પ્રભવ જોશીની સુચના મુજબ દક્ષિણ મામલતદારે નોટીસો-ફટકારી હતી. છતા નિયત સમયમાં દબાણો નહીં હટાવાતા આજે દક્ષિણ મામલતદાર અને તેની ટીમે કલેકટરના આદેશ મુજબ દબાણો ઉપર બુલડોઝર ફેરવી દઈ 20 કરોડની સરકારી જમીન દબાણ મુકત કરાવી હતી.