ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

40 કરોડની સરકારી જમીનમાં ખડકાયેલા દબાણો પર બુલડોઝર ફર્યા

06:10 PM Feb 04, 2025 IST | Bhumika
Advertisement

 

Advertisement

મોરબી રોડ ઉપર સાડીનું કારખાનું, દુકાનો, ઓરડીઓ અને નર્સરી સહિતના ગેરકાયદે બાંધકામો ખડકાઇ ગયા

રાજકોટ શહેર પૂર્વના વિસ્તારમાં મોરબી રોડ ઉ5ર ગ્રીનલેન્ડ ચોકડી થી જૂના જકાતનાકા તરફ જતાં રાજકોટ મોરબી હાઇવે ઉ5ર આવેલ રેવન્યુ સર્વે નં. 75 પૈકીની સરકારી ખરાબાની જમીન ચો.મી. 4047 એટલે કે એક એકર જેટલી જમીન ઉ5ર છેલ્લા કેટલાંક સમયથી ખડકાઇ ગયેલા ગેરકાયદેસર દબાણો ઉપર કલેકટર તંત્રએ બુલડોઝર ફેરવી દીધુ હતુ.

રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોશીની દબાણ હટાવ ઝુંબેશના ભાગરૂૂપે પ્રાંત અઘિકારી ચાંદનીબેન 5રમાર ના માર્ગદર્શન હેઠળ મામલતદાર રાજકોટ શહેર પૂર્વ એસ.જે.ચાવડા તથા તેમની ટીમ દ્વારા આજરોજ સરકારી 5ડતર જમીનમાં થયેલ ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા. જેમાં વિશાળ જગ્યામાં બનાવવામાં આવેલ સાડીનું કારખાનું, 4 ઓરડીઓ, ચા-પાનની દુકાનો, કારખાનાના મજૂરો માટેના 4 રૂૂમો, નર્સરી વિગેરે દૂર કરવામાં આવ્યા અને સરકારી જમીન ખુલ્લી કરાવવામાં આવી હતી.

સરકારી જમીનોમાં ગેરકાયદેસર રીતે દબાણો કરનાર સામે કાયદેસર રીતે કાર્યવાહી સતત ચાલુમાં રહેશે તેવું મામલતદારની યાદીમાં જણાવવામાં આવેલ છે. હાઇ-વે ઉ5ર કરવામાં આવેલ આ દબાણો દૂર કરવાની કામગીરીથી ગેરકાયદેસર દબાણ કરનારાઓમાં તથા કહેવાતા મોટા માથાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

આ દબાણ હટાવમાં સર્કલ ઓફીસર સત્યમભાઇ શેરસીયા, તલાટી ઘારાબેન વ્યાસ, આર.એમ.સી.ના જેસીબી, પીજીવીસીએલ સ્ટાફ તથા ચૂસ્ત પોલીસ બંદોબસ્ત દરમ્યાન કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું.

ભૂમાફિયાઓ સામે લેન્ડ ગ્રેબિંગની કાર્યવાહી કેમ નહીં?
રાજકોટ જિલ્લામાં અનેક સરકારી જમીનો ઉપર ગેરકાયદે બાંધકામો ખડકાયેલા છે તેને તોડી પાડવાની ઝુંબેશ શરૂ થઇ છે પરંતુ અમુક કોમર્શીયલ બાંધકામો ખડકી દેવાયા છે. તો અમુક સ્થળે ભૂમાફિયાઓલ સરકારી જમીનો ઉપર ગેરકાયદે ઓરડીઓ બનાવી ભાડે આપવાનો ધંધો કરી રહ્યા છે. આવા તત્ત્વો સામે લેન્ડગ્રેબિંગ જેવા કડક પગલા ભરવામાં આવે તો સરકારી જમીન ઉપર કબજા કરી પૈસા કમાવાની પ્રવૃતિને બ્રેક કારી શકાય તેમ છે.

Tags :
Demolitiongujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement