ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

જામનગરમાં 51 ગેરકાયદે દુકાનો ઉપર બુલડોઝર ફર્યા

02:56 PM Feb 14, 2025 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

 

Advertisement

મહાપ્રભુજીની બેઠક પાસે ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મેગા ડિમોલિશન, રૂા.52 કરોડની કિંમતની સવા લાખ ફૂટ જમીન ખુલ્લી કરાવાઇ

જામનગર મહાનગરપાલિકા દ્વારા મહાપ્રભુજીની બેઠક પાસે આવેલી અંદાજે 52 કરોડ રૂૂપિયાની કિંમતની સવા લાખ ફૂટ જેટલી જગ્યા ને ખુલ્લી કરાવવા માટે આજે મેઘા ડીમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું, અને ગેરકાયદે ખડકાયેલી 51 જેટલી દુકાનો તોડી પાડવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, આ વેળાએ ભારે પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો. બાગ બગીચા માટે રિઝર્વ રખાયેલી જગ્યાને ખુલ્લી કરાવાઈ રહી છે.
જામનગરમાં મહાપ્રભુજીની બેઠક નજીક આવેલી જામનગર મહાનગરપાલિકાની અંદાજે સવા લાખ ફૂટ જેટલી જગ્યા કે જેની કિંમત 52 કરોડ રૂૂપિયા થાય છે. ઉપરોક્ત જગ્યામાં ગેરકાયદે રીતે 51 જેટલી દુકાનો ખડકી દેવામાં આવી હતી, જેને ખાલી કરવાની નોટિશ અપાયા બાદ આજે મેઘા ડીમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું.

જામનગર મહાનગરપાલિકાના ડીએમસી શ્રી ઝાલા, કંટ્રોલિંગ અધિકારી મુકેશ વરણવા, એસ્ટેટ અધિકારી નીતિન દીક્ષિત, દબાણ અનેહટાવ અધિકારી સુનિલ ભાનુશાળી અનવર ગજણ તેમજ યુવરાજસિંહ ઝાલા ની ટીમ ઉપસ્થિત રહી હતી, જ્યારે ટીપી ડીપી નો સ્ટાફ પણ હાજર રહ્યો હતો.

આ ઉપરાંત શહેર વિભાગના ડીવાયએસપી જે એન ઝાલા, સિટી એ. ડિવિઝનના પી.આઈ. એન.એ. ચાવડા, એલસીબીના પી.એસ.આઇ. સી.એમ. કાંટેલીયા ની રાહબરી માં મોટો પોલીસ કાફલો સ્થળ પર હાજર રહ્યો હતો, જેઓની હાજરીમાં જ આજે સવારથી મેઘા ડીમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું.

જેમાં ચાર જેસીબી મશીન, અને એક હિટાચી મશીન, તથા બે ટ્રેક્ટરની મદદથી મેઘા ડિમોલેસન શરૂૂ કરી દેવાયું હતું, અને તેના માટે 20 શ્રમિકોની મદદ લેવામાં આવી રહી છે.

મહાનગરપાલિકા દ્વારા બાગ બગીચા માટે ઉપરોક્ત જગ્યા રિઝર્વમાં રખાઈ હતી, પરંતુ તેમાં દબાણ થઈ ગયું હતું. જ્યાં બુલડોઝર ફેરવી દઈ આવનારા દિવસોમાં બાગ બગીચા સહિતનું નિર્માણ કરવામાં આવશે.જામનગર માં મહાપ્રભુજીની બેઠક પાસે 45 જેટલી ગેરકાયદે દુકાનોનું જામ્યુકો દ્વારા આજે ડિમોલિશન હાથ ધરી બાગબગીચા માટે રીઝર્વ રખાયેલ પ્લોટની જગ્યા ખુલ્લી કરાવાઈ

 

મ્યુનિ. કમિશનર તથા એસપીએ પણ મુલાકાત લીધી : તમામ ગેરકાયદે દબાણો દૂર કરવાનો મક્કમ નિર્ધાર

જામનગર મહાનગરપાલિકા દ્વારા મહાપ્રભુજી ને બેઠક પાસે આજે સવારે મેઘા ડીમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું, અને 51 જેટલી ગેરકાયદે દુકાનોને તોડી પાડવામાં આવી રહી છે.આ મેઘા ડીમોલેશનની કાર્યવાહીનું જાત નિરીક્ષણ કરવા માટે મ્યુનિ. કમિશનર ડી.એન. મોદી જાતે પહોંચ્યા હતા. તેઓની સાથે જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ પણ હાજર રહ્યા હતા, અને સમગ્ર દબાણ હટાવવાની કાર્યવાહીનું નિરીક્ષણ કર્યું હતું.જામનગર શહેરમાં સરકારી જગ્યામાં કોઈપણ પ્રકારના દબાણો ચલાવી લેવામાં આવશે નહીં, અને આવા દબાણો તુરતજ તોડી પાડવામાં આવશે, તેવા નિર્ધાર સાથે જામનગરનું વહીવટી તંત્ર સખ્તાઈથી કામ કરી રહ્યું છે, અને આજે આશરે 52 કરોડની કિંમતની સવા લાખ ફૂટ જેટલી સરકારી જગ્યા ખુલી કરાવાઈ રહી છે.

Tags :
Demolitiongujaratgujarat newsjamangar newsjamnagar
Advertisement
Advertisement