વાવડીમાં સરકારી જમીનમાં ખડકાયેલા 51 મકાનો પર બુલડોઝર ફરતા ઘર્ષણ
રાજકોટ શહેરના ભાગોળે આવેલ વાવડી ગામ ખાતે રૂૂડા અને તાલુકા મામલતદાર દ્વારા ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં ટીપી સ્કીમ 14 પૈકી સર્વે નંબર 149 પૈકી 2000 ચોરસ મીટર જમીન આજે ખાલી કરવામાં આવી હતી આ જમીનની અંદજે બજાર કિંમત 25 કરોડથી પણ વધુ થવા જાય છે.
મળશે વિગતો અનુસાર વાવડી ખાતે ટીપી સ્કીમ 14 પૈકીની બે હજાર ચોરસ મીટર જમીન તાલુકા મામલતદાર તેમજ રૂૂડાના સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં 51 જેટલા નાના મોટા મકાનો ડિમોલેશન કરવામાં આવ્યું હતું. આ જમીનની અંદાજિત કિંમત 25 કરોડથી પણ વધુ થવા જાવા થઈ છે. પોલીસ બંદોબસ્ત વચ્ચે આ દબાણ દૂર કરવામાં આવ્યું હતું.
રૂૂડા અને મામલતદાર ટીમ દબાણ દૂર કરવા માટે પહોંચી તે સમયે સ્થાનિક લોકોએ દબાણ કરતી ટીમ વચ્ચે ઉપગ્રહ રકજક પણ થઈ હતી. સ્થાનિક લોકોની માંગ કરી હતી કે તેઓને વૈકલ્પિક જગ્યા આપવામાં આવે તેવી માંગ કરી હતી બાદમાં પોલીસ દ્વારા સમગ્ર મામલો થાળે પડ્યો હતો. તાલુકા પોલીસના ચુંતબંદોબસ્ત વચ્ચે સમગ્ર જગ્યાનું ડિમોલેશન કરવામાં આવ્યું હતું. આગામી સમયમાં મામલેદાર તેમજ રૂૂડા વિભાગ દ્વારા સંયુક્તમાં સમગ્ર જમીનનું ફેન્સીંગની કામગીરી હાથ ધરવામાં આવશે.