ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

શાપરમાં બૂટલેગરે ગૌચરની જમીન ઉપર ખડકેલા દબાણ પર બુલડોઝર ફરી વળ્યું

12:39 PM Apr 16, 2025 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

 

Advertisement

શાપરમાં રહેતા બૂટલેગર મહેન્દ્રસિંહ ઉર્ફે ધોની ઉર્ફે નરેન્દ્રસિંહ શિવમંગલસિંહ ચૌહાણના ગેરકાયદે મકાન ઉપર આજે તંત્રએ બૂલડોઝર ફેરવી દીધું હતું.

ગૃહ વિભાગ દ્વારા અસામાજિક તત્વો વિરૂૂધ્ધ કડક કાર્યવાહી કરવાના આદેશના ભાગરૂૂપે શાપર પોલીસે તપાસ કરતાં બૂટલેગર મહેન્દ્રસિંહનું મકાન ગેરકાયદે હોવાની માહિતી મળી હતી. જેથી તે મકાનના ડિમોલીશન માટે મામલતદારને પત્ર લખ્યો હતો.

મામલતદારે તપાસના અંતે ગૌચરની જમીન ઉપર આ મકાન બંધાયાનો રિપોર્ટ આપતાં તેના આધારે શાપર પોલીસે ટીડીઓને પત્ર લખ્યો હતો. આખરે આજે ડિમોલીશનની કાર્યવાહી કરવામાં આવી હતી. બૂટલેગર મહેન્દ્રસિંહ વિરૂૂધ્ધ શાપર પોલીસમાં જ પ્રોહીબીશનના અડધો ડઝન ગુના નોંધાયેલા છે.

શાપર પોલીસે જણાવ્યું કે સરકારી ખરાબાની જમીન ઉપર દબાણ હોય તો મામલતદારને પત્ર લખવાનો હોય છે. જ્યારે ગૌચરની જમીન ઉપર દબાણ હોય તો તે ગ્રામ પંચાયત અને ટીડીઓની અંડરમાં આવે છે. બૂટલેગર મહેન્દ્રસિંહનું મકાન ગૌચરની જમીન ઉપર હોવાથી આજની ડિમોલીશનની કાર્યવાહીમાં ટીડીઓ, સરપંચ અને તલાટી પણ હાજર રહ્યા હતાં. આ રીતે અંદાજે રૂૂા. 20 લાખની કિંમતની 100 ચો.મી. જમીન ખુલ્લી કરાવાઇ હતી.

 

---

 

Tags :
gujaratgujarat newsrajkotrajkot newsShapar
Advertisement
Advertisement