For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ડાલડા બંદર વિસ્તારમાં વર્ષો જૂના ગેરકાયદેસર બાંધકામો પર ફર્યું બુલડોઝર

11:33 AM Apr 17, 2025 IST | Bhumika
ડાલડા બંદર વિસ્તારમાં વર્ષો જૂના ગેરકાયદેસર બાંધકામો પર ફર્યું બુલડોઝર

Advertisement

ઓખા મરીન પોલીસ સ્ટાફ અને ઓખા નગરપાલિકા દ્વારા ગઈકાલે બુધવારે સંયુક્ત રીતે ઓખા નગરપાલિકા વિસ્તારની મેઈન બજાર તથા ડાલડા બંદર વિસ્તારમાં ગેરકાયદેસર જેટી, દુકાન અને મકાનના ગેરકાયદેસર દબાણો દૂર કરવા અંગેની કામગીરી કરવામાં આવી હતી.

આ કાર્યવાહી અંતર્ગત અહીં અનધિકૃત રીતે બનાવવામાં આવેલી 2 જેટી, 2 દુકાનો અને 2 રહેણાંક મકાનો સહિત કુલ 6 બાંધકામો દુર કરવામાં આવ્યા છે. સમગ્ર કાર્યવાહી પોલીસ બંદોબસ્ત હેઠળ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કરવામાં આવી હતી.

Advertisement

અત્રે ઉલ્લેખનીય છે કે આ બાંધકામો દૂર કરવા માટે તંત્ર દ્વારા ધોરણસર નોટિસ આપવા છતાં તેને દૂર ન કરાતા બુધવારે કાયદેસર મંજૂરી વિનાના આ બાંધકામો દૂર કરવાની કાયદેસરની કાર્યવાહી નગરપાલિકા અને મરીન પોલીસ દ્વારા કરવામાં આવી હતી.લાખો રૂૂપિયાની કિંમતી જમીન પર કરાયેલા દબાણ હટાવવાની આ કામગીરી દરમિયાન ડીવાય એસ પીના માર્ગદર્શન હેઠળ ઓખા મરીન પોલીસ દ્વારા જરૂૂરી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. જેથી કોઈ અનિચ્છનીય બનાવ બન્યો ન હતો.

Advertisement
Tags :
Advertisement
Advertisement