For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વાવડી 20 કરોડની સરકારી જમીન પર બૂલડોઝર ર્ફ્યુ

04:09 PM Mar 06, 2024 IST | Bhumika
વાવડી 20 કરોડની સરકારી જમીન પર બૂલડોઝર ર્ફ્યુ
  • તાલુકા મામલતદાર સહિતનો કાફલો પોલીસ બંદોબસ્ત સાથે ત્રાટકયો: 12 વાડા, ભંગારના ડેલા, 20 ઝૂંપડા, રેંકડીઓ હટાવી સરકારી જમીન ખુલ્લી કરાવાઈ

રાજકોટ શહેરમાં જમીનના ભાવો આસમાને પહોંચી જતાં ભુમાફીયાઓ દ્વારા શહેરની ભાગોળે આવેલી સરકારી જમીનો પર કબજો કરી વેપાર ધંધા શરૂ કરી દીધા હોવાનું જિલ્લા કલેકટરના ધ્યાન પર આવતાં છેલ્લા છ માસથી સરકારી જમીન પર થયેલા દબાણો હટાવવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જેના ભાગરૂપે આજે તાલુકા મામલતદાર સહિતનો કાફલો પોલીસ બંદોબસ્ત સાથે વાવડી ગામે ત્રાટકયો હતો અને સરકારી જમીન પર થયેલા દબાણ પર બુલડોઝર ફેરવી દઈ 20 કરોડની જમીન ખુલ્લી કરાવી હતી. રાજકોટ શહેરની ભાગોળે આવેલ વાવડી વિસ્તારમાં સરકારી જમીન પર દબાણો વધી ગયા છે ત્યારે વાવડી સર્વે નં.149ની 20 કરોડની કિંમતની બે એકર સરકારી જમીનમાં પણ અમુક શખ્સોએ દબાણ કર્યાનું તંત્રના ધ્યાન પર આવ્યું હતું. તાલુકા મામલતદાર મકવાણા દ્વારા સરકારી જમીન પર થયેલા દબાણ અંગેનો સર્વે કરાવ્યા બાદ દબાણકર્તાઓને નોટિસ ઈસ્યુ કરવામાં આવી હતી.

Advertisement

પુનિતનગર પાણીના ટાંકાથી લઈને વાવડી ગામ સુધી બે એકર સરકારી જગ્યામાં 12 જેટલા વાડા, ભંગારના ડેલા, 20 જેટલા ઝુંપડા, રેંકડીઓ, નોનવેજના રેસ્ટોરન્ટો શરૂ કરી દેવામાં આવ્યા હતાં. શ્રમિકો અને નાના વેપારીઓ દ્વારા જ કિંમતી સરકારી જમીન પર દબાણ કરી વેપાર ધંધા શરૂ કરી દીધા હોય. 40 થી વધુ આસામીઓને એક સપ્તાહ પહેલા સ્વૈચ્છાએ સરકારી દબાણ દૂર કરવા આખરી નોટિસ ફટકારવામાં આવી હતી.પરંતુ સરકારી જમીન પર કબજો કરનાર 40 થી વધુ આસામીઓએ દબાણો નહીં હટાવતાં આજે સવારે તાલુકા મામલતદાર મકવાણા, નાયબ મામલતદાર કિરીટસિંહ ઝાલા, નાયબ મામલતદાર રઘુવીરસિંહ વાઘેલા સહિતનો કાફલો પોલીસ બંદોબસ્ત અને જેસીબી બુલડોઝર સાથે વાવડી ગામે ત્રાટકયો હતો.સવારે 10 વાગ્યે તાલુકા મામલતદાર દ્વારા પોલીસ પ્રોટેકશન હેઠળ સરકારી જમીન થયેલ દબાણ પર બુલડોઝર ફેરવી દઈ 20 કરોડની કિંમતી સરકારી જમીન ખુલ્લી કરાવી હતી.

તાલુકા મામલતદારે એક મહિનામાં 70 કરોડની જમીન ખુલ્લી કરાવી
રાજકોટ શહેરની ભાગોળેના વિસ્તારમાં આવેલી કિંમતી સરકારી જમીન પર ભુમાફીયાઓ દ્વારા દબાણ કરી સરકારી જમીન પર કબજો કરી લીધાનું તાલુકા મામતદાર મકવાણાના ધ્યાન પર આવતાં તેમની ટીમ દ્વારા એક મહિના સુધી સતત ઝુંબેશ હાથ ધરી અત્યાર સુધીમાં 70 કરોડની જમીન પર થયેલા દબાણો દૂર કરી સરકારી જમીનો ખુલ્લી કરાવી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement