બુલા બિલ નાના ઉદ્યોગકારોનું નામું નાખી દેશે : શહેર કોંગ્રેસ પ્રમુખ
કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરાયેલ બેનિંગ ઓફ અનરેગ્યુલર એક્વિટી બિલનો વિરોધ : પત્ર લખી વિરોધ કર્યોં
જામનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ મનોજભાઈ કથીરીયાએ કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરાયેલ બેનીંગ ઓફ અનરેગ્યુલર એક્વિટી (બુલા) બિલનો વિરોધ કરતાં એક પત્ર લખ્યો છે. આ પત્રમાં તેમણે આ બિલના કેટલાક જોગવાઈઓ પર સવાલ ઉઠાવ્યા છે અને દાવો કર્યો છે કે આ બિલ નાના ઉદ્યોગકારો માટે હાનિકારક સાબિત થઈ શકે છે.
કથીરીયાએ જણાવ્યું હતું કે, આ બિલના કારણે લોન લેવા-દેવાની પ્રક્રિયા જટિલ બની જશે અને નાના ઉદ્યોગકારોને મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. તેમણે એમ પણ કહ્યું કે, આ બિલમાં પેનલ્ટીની રકમ ખૂબ જ વધારે રાખવામાં આવી છે અને આના કારણે નાના ઉદ્યોગકારો ડરીને કામ કરવાનું બંધ કરી દેશે.
કથીરીયાએ એમ પણ કહ્યું કે, કમિટી બનાવેલ છે. આ કમિટી દ્વારા એક બિલ લાવવામાં આવેલ છે. જેનું નામ બેનીગ ઓફ અનરેગ્યુલર એક્વિટી (બુલા) જેનો ડ્રાફ્ટ સજેશન માટે મૂકવામાં આવેલ છે. આ બાબતે આ બિલની કેટલીક જોગવાઇઓ જે જણાવવા આ લેખથી ફક્ત બિલના પ્રોવિઝનની ચર્ચા કરેલ છે જેથી જો રજૂઆત કરવાની થતી હોય તો તેને સમયસર રજૂઆતથી સુધારવા અંગે કે આ કાયદાની જરૂૂરિયાત વિશે યોગ્ય રજૂઆત કરી શકાય.
આ વિધિયેકથી લોન લેવા-દેવાની કે જેની આપણે હાથ ઉછીનાનો વહેવાર ગણીએ છીએ તેને બંધ કરવામાં આ કાયદો લાવવામાં આવેલ છે. આ કાયદામાં આપવામાં આવેલ વ્યાખ્યાઓ પ્રયાપ્ત રૂૂપે દર્શાવવામાં આવેલ નથી જેમ કે, આ કાયદાના પાલન અંગેની ઓથોરીટી કોની રહેશે અને તે બાબતે ઘણી અસમંજતતાઓ છે. આ કાયદાથી દરેક વખતે પેનલટીની રકમ 50 કરોડ રૂૂપિયા અને 10 વર્ષની જેલની સજાની વ્યવસ્થા સૂચવેલ છે. તમો આપેલ રકમનો એક ગુનો અને તે રકમ પાછી મેળવવાનો ગુનો અલગ અને બંને ગુના માટે અલગ દંડની અને જેલની જોગવાઈ છે. આ કાયદા અંતર્ગત સરકાર સૂચવે તે પ્રમાણે દરેક વ્યકતીએ આ કાયદા અંગેના પત્રકો રજૂ કરવાના થશે અને તે બાબતે આ કાયદામાં કોઇ સ્પષ્ટતા નથી. આથી આટલી ઉતાવળે આ કાયદો લઈ આવવાની શું જરૂૂરિયાત છે? આ કાયદા બાબતે સરકાર તરફથી કોઈપણ જાતની માહિતી કે જેના ભલા માટે આ કાયદો લાવવાની વાત છે તેવી કોઈ માહિતી જાહેર જનતા પાસે છે નહિ.
આ કાયદા હેઠળ શંકના આધારે તમારી મિલકત જંગમ અને સ્થાવર ટાચમાં લાવવાની ભલામણ છે. આવી ટાચ તપાસ દરમ્યાનજ લઇ લાવવાની વ્યવસ્થા હોઈ આનો દુરુપયોગ નહિ થાઇ તે બાબતે કોઈ ભરોસો આપવામાં આવેલ નથી. જયારે આ કાયદાની વ્યવસ્થા મુજબ આ કામમાં તમારા ક્ષેત્રમાં આવતા પોલીસ ઇન્ચાર્જ જીલ્લા પોલીસની મજુરીથી તપાસ શરુ કરી શકશે. આ બાબતે તમારે લોન આપી છે કે નથી પણ શંકના આધારે આ કામ કરી શકે તેવી વિશાળ સતાઓ સોપી છે જેથી શંકના આધારે ગમે તેવી વ્યક્તિ ઉપર કાર્યવાહી થઈ શકે તેવું હોઈ આ કાયદો બનાવામાં ઉતાવળ થઇ રહી છે તેના કારણો જાણ્યા વગર આવો કાયદો લાવવાની જરૂૂર જણાતી નથી.
હજુ પણ 63% ભારતીયો ગ્રામીણ વિસ્તારોમાં રહે છે અને માત્ર 37% શહેરો અને નાના શહેરોમાં રહે છે. ઔપચારિક ધિરાણની સુવિધા ધરાવતા ગ્રામીણ ભારતીયોની વાત કરીએ તો, એક અહેવાલ મુજબ ઔપચારિક ધિરાણની 20% કરતા પણ ઓછી છે. જ્યારે વિશ્વ બેંકના અહેવાલ મુજબ ગ્રામીણ ભારતના 87% ગરીબ પરિવારો પાસે ઔપચારિક ધિરાણ નથી. તો શું આ બિલ એ પાસાને ધ્યાને લે છે, શું આપણે અત્યારે આ બિલ માટે તૈયાર છીએ?