બલ્ગેરિયન યુવતી દુષ્કર્મ કેસ, રિટાયર્ડ IPS કેશવકુમાર હાજર થયા
- સી.પી.ઓફિસમાં નિવેદન લેવાયું, કેડિલામાં કામ કરતા કેશવકુમારની કેસ રફેદફે કરવામાં શંકાસ્પદ ભૂમિકા?
હાઈપ્રોફાઈલ બલ્ગેરિયન યુવતિ કેસમાં એક સમયે અ સમરી ભરાય ગયા બાદ યુવતિ હાજર થયા જબરજસ્ત વણાંક આવવા લાગ્યો છે. ગઈકાલે કેસ સાથે સંકળાયેલા પી.આઈના નિવેદન બાદ હવે રિટાયર્ડ આઈપીએસ કેશવ કુમાર પોલીસ કમિશનર ઓફિસમાં નિવેદન આપવા હાજર થતાં ફરી સમગ્ર ઘટના ચગડોળે ચડી છે.
રિટાયર્ડ ઉૠઙ કેશવ કુમાર પોલીસ કમિશનર ઓફિસમાં નિવેદન આપવા હાજર થયા છે. પોલીસે કેશવ કુમારને આ કેસમાં એની ભૂમિકા અંગે જવાબ આપવા માટે બોલાવ્યા હતા. ઉલ્લખેનિય છે કે, કેશવ કુમાક નિવૃત્ત થયા પછી કેડિલા ફાર્મા સાથે સંકળાયેલા હતા. બલ્ગેરિયન યુવતીએ રાજીવ મોદી સામે જાતીય શોષણની ફરિયાદ કરી છે એ ફરિયાદને દબાવી દેવા માટે કેશવ કુમારની ભૂમિકા હોવાનો આક્ષેપ પોતાના એફિડેવિટમાં કર્યો હતો.
બલ્ગેરિયન યુવતીની ફરિયાદ પછી યેનકેન પ્રકારે પોલીસ આમાં તપાસ કરવા માગતી નહોતી એવું ચિત્ર ઉપસી રહ્યું હતું. હાઇકોર્ટમાં ગયા પછી સિનિયર પોલીસ અધિકારીને તપાસ સોંપવામાં આવી હતી. એ પછી વધુ એક વખત આ કેસમાં વળાંક આવ્યો હતો અને બલ્ગેરિયન યુવતી હાજર નથી થતી તેવું કહીને પોલીસે અ સમરી ભરી દીધી હતી. અ સમરી ભરવાથી રાજીવ મોદીને ક્લિનચીટ આપવાનો આખો કારસો રચાયો હોય તેવી પરિસ્થિતિ ઉભી થઈ. બલ્ગેરિયન યુવતી થોડા દિવસ હાજર ન થઈ એ દરમિયાન અચાનક રાજીવ મોદી પોલીસ સ્ટેશનમાં પ્રગટ થયા હતા. આ વાત જાણીને બલ્ગેરિયન યુવતી ફરીથી પોલીસ સમક્ષ આવીને અ સમરી ભરવાની પ્રક્રિયા સામે વાંધો ઉઠાવ્યો હતો. અને હવે પોલીસને લાગ્યું કે, આ કેસને દબાવી શકાય તેમ નથી એવું લાગતા બલ્ગેરિયન યુવતીના આક્ષેપ મુજબ પડદા પાછળ જેની ભૂમિકા રહી છે એવા કેશવ કુમારને પોલીસે નિવેદન આપવા માટે પોલીસે બોલાવ્યા છે.
કેડિલાના ઈખઉ રાજીવ મોદી સામેના રેપ કેસમાં પૂરાવા ન હોય કહી પોલીસે જ્યારે કેસ બંધ કરવા અ સમરી ભરી પછી ભોગ બનનાર બલ્ગેરિયન યુવતી ફરીથી અમદાવાદમાં હાજર થતા આ ચકચારી કેસમાં ફરી એકવાર કોર્ટ અને પોલીસ દ્વારા તાપસનો ધમધમાટ શરૂૂ થયો છે. રાજીવ મોદીની 5 કલાક પૂછપરછ કર્યા પછી હવે પોલીસે રિટાયર્ડ ઉૠ કેશવ કુમારની પૂછપરછ શરૂૂ કરી છે. અમદાવાદ પોલીસે કેશવ કુમારને સમન્સ કાઢી બોલાવ્યા હતા અને પોલીસ કમિશનર ઓફિસે હાજર થયા હતા. પીડિતાએ 63 વર્ષીય રાજીવ મોદી સામે દુષ્કર્મની ફરિયાદ નોંધવા ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી હતી, જેમાં હાઈકોર્ટના આદેશ બાદ આરોપી રાજીવ મોદી અને જોન્સન મેથ્યુ સામે સોલા હાઈકોર્ટ પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે. જોકે, રાજીવે કેસને રફેદફે કરવા 40 કરોડ રૂૂપિયા મોકલ્યાની પીડિતાએ ઇંઈમાં એફિડેવિટ કરી છે. આરોપી સામે ફરિયાદનો પ્રયત્ન કરતાં જ કેડિલામાં નિવૃત્ત ઉૠઙની નિમણૂક કરવામાં આવી છે. બલ્ગેરિયન યુવતીએ 33 લોકોનું લિસ્ટ સાક્ષી તરીકે આપ્યું હતું, પણ તેમાંથી કોઈનું પણ નિવેદન લીધા વગર પોલીસે અ સમરી ભરી હતી.
શું છે કેશવકુમારનો રોલ?
બલ્ગેરિયન યુવતી દ્વારા રાજીવ મોદી સામે એપ્રિલ 2022થી જૂન 2022 દરમિયાન રેપ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. પીડિતાના કેહવા પ્રમાણે કેશવ કુમારની દરમિયાનગીરીથી અમદાવાદના વસ્ત્રાપુર મહિલા પોલીસ સ્ટેશનના અઈઙ હિમાલા જોશીએ તેની ફરિયાદ નોંધી નહોતી. હાઇકોર્ટમાં ફાઈલ કરેલી એફિડેવિટ પ્રમાણે કેડિલાના સેવા નિવૃત્ત કેશવ કુમારને એપોઈમેન્ટ જ કર્યા હતા જ્યારે તેણે રેપ કેસ નોંધવા પોલીસનો સંપર્ક કર્યો હતો. યુવતીએ આક્ષેપ કર્યો છે કે, આ ઓફિસર્સ અને પૈસાની મદદથી તેનો કિસ્સો દબાવી દેવામાં આવ્યો હતો અને પોતાને લડવા માટે હાઇકોર્ટ સુધી પહોંચવું પડ્યું હતું. ખાલી એક ઋઈંછ નોંધવા માટે પણ પોતાને હાઇકોર્ટ સુધી લડત આપવી પડી હતી. કારણ કે, પોલીસે કોઈ પણ સંજોગોમાં તેની ફરિયાદ નોંધતી નહોતી. યુવતીના આરોપ પ્રમાણે કેશવ કુમારને ખૂબ મોટા પગાર સાથે કેડિલામાં લાવવામાં આવ્યા હતા. તેમને ઓડી ચ5, ચ8 જેવી મોંઘીદાટ લક્ઝુરિયસ કારો આપવામાં આવી હતી.