For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જળસંચય માટે બિલ્ડરો વધુમાં વધુ ચેકડેમ બનાવે : સી.આર. પાટીલ

05:13 PM Sep 07, 2024 IST | admin
જળસંચય માટે બિલ્ડરો વધુમાં વધુ ચેકડેમ બનાવે   સી આર  પાટીલ

ગામડાંઓને દત્તક લઈ વિકાસ માટે ધ્યાન આપવા પણ કેન્દ્રીયમંત્રીની અપીલ

Advertisement

ક્રેડાઈ રાજકોટની વાર્ષિક સાધારણ સભા યોજાઈ, 40 શહેરોના બિલ્ડર્સ એસો.ના પ્રતિનિધિઓ રહ્યા હાજર

Advertisement

શહેરની રિજન્સી લગુન રિસોર્ટ ખાતે ગઈકાલે સાંજે ક્રેડાઈ ગુજરાત અને ક્રેડાઈ રાજકોટની એન્યુઅલ જનરલ મીટીંગ યોજાઈ હતી જેમાં એ જી એમ અમદાવાદ વડોદરા સુરત અને રાજકોટ સહિત રાજ્યના 40 શહેરોના બિલ્ડર્સ ના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. આ 40 શહેરોના 12 હજારથી વધુ મેમ્બર્સ ધરાવતા દેશના સૌથી મોટા ચેપ્ટરના હોસ્ટ બનવાનું સૌભાગ્ય રાજકોટ ચેપ્ટરને મળ્યું હતું.

જેમાં કેન્દ્રીય મંત્રી અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ રાજ્યના કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ ભાનુબેન બાબરીયા, સાંસદ પરસોત્તમ રૂૂપાલા રાજ્યસભા સાંસદ રામભાઈ મોકરિયા ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ ડો ભરત બોઘરા જિલ્લા કલેકટર પ્રભવ જોશી ધારાસભ્ય રમેશ ટીલાળા ડો દર્શિતાબેન શાહ, ઉદય કાનગડ, ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલ રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી સ્ટે ચેરમેન જયમીન ઉપાધ્યાય ટી પી ઓ સંત પંડ્યા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

મિટિંગની શરૂૂઆતમાં રાજકોટ ટી આર પી ગેમ ઝોનમાં અવસાન પામેલા દિવાંગતોને શ્રધાંજલિ આપવા 2 મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું ક્રેડાઈ ગુજરાતની મીટીગમાં ગાંધીનગર સેલવાસ જલગાંવ બનાસકાંઠા ભાવનગર, સાબરકાંઠા સહિતના 40થી વધુ શહેરોના બિલ્ડર્સ હાજર રહ્યા હતા સાંજે 5:30થી રાજકોટ બિલ્ડર્સ એસોસિએશનની એજીએમનો પ્રારંભ થયો હતો આ દરમ્યાન કેન્દ્રીય મંત્રી સી આર પાટીલનું ભવ્ય સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું રાજકોટના વિકાસને વેગ આપવાની નેમ સાથે આ મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું આ દરમ્યાન કેન્દ્રીય કેબીનેટ મંત્રી સી આર પાટીલનો સન્માન સમારોહ યોજાયો હતો.

રાજકોટ બિલ્ડર્સ એશોસીએશનની એ જી એમ સાંજે કલાકથી શરૂૂ થઈ હતી 5:30 જે સાંજે 7 કલાક સુધી ચાલી હતી રાજકોટના વિકાસને વેગ આપવાની નેમ સાથે આ બોર્ડ મીટીંગમાં જરૂૂરી ચર્ચા વિચારણા થઈ હતી આગામી દિવસોમાં ગાંધીનગર ખાતે જઈને કઈ કઈ રજૂઆતો કરવાની છે તે અંગ પરામર્શ કરવામાં આવ્યો હતો રાજકોટ બિલ્ડર્સ એસોસીએશનની એજીએમ પૂર્ણ થયે કેન્દ્રીય કેબીનેટ મંત્રી સી આર પાટીલ સહિતના ઉપસ્થિત મહાનુભાવોનું સન્માન કરવામાં આવ્યું હતું.

સી આર પાટીલે ગુજરાતભરમાંથી ઉપસ્થિત ક્રેડાઈના હોદ્દેદારો સભ્યોને સંબોધતા કહ્યું હતું કે લોકોનું ઘર વસાવવાનું કામ આ એસોસિયેશન કરી રહ્યું છે સાથોસાથ દરેક બિલ્ડર કમ સે કમ 500 થી વધુ પરિવારોને રોજીરોટી કમાવવાનું માધ્યમ બની રહ્યું છે ક્ધટ્રકશન વ્યવસાયમાં અનેક પ્રકારના જોખમો સામે ઝઝુમીને પણ વિવિધ પ્રકારના કારીગરો કડિયા શ્રમિકો ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ વિવિધ પ્રકારની સાધન સામગ્રી ઉદ્યોગને સીધી કે આડકતરી રોજગારી પૂરી પાડતા આ ક્ષેત્રના ઉદ્યમીઓ શહેર પ્રદેશ રાજ્ય અને દેશને આગળ લઈ જવામાં જે રીતે ભૂમિકા ભજવી રહ્યા છે એ માટે આપ સહુ અભિનંદનને પાત્ર છો તેમ પાટીલે પોતાના વ્યકિતમાં જણાવીને ઉમેર્યું હતું કે આ વ્યવસાય સાથે સંકળાયેલા કારીગરો શ્રમિકો માટે રાજ્ય સરકારે માત્ર 5 રૂૂપિયામાં ટિફિન વ્યવસ્થા કરી છે વધુમાં પાટીલે જળ સંચય યોજના વિશે ઉલ્લેખ કરીને વર્તમાન જળ સમસ્યા ની વિશેષ છણાવટ કરી હતી.

સુરતમાં રેઇન હારવેસ્ટિંગ પ્રોજેક્ટ નો ઉલ્લેખ કરી બોર રિચાર્જ ની જરૂૂરિયાત પર તેઓએ ભાર મૂક્યો હતો અને હાલ માં રાજકોટ બિલ્ડર એસોસિએશન ગીરગંગા ટ્રસ્ટ સાથે મળી તળાવો અને ચેકડેમો બનાવી ખૂબ સારું કામ કરી રહ્યાની વાત ભી કરી હતી રાજકોટના બિલ્ડરોને અપીલ કરી હતી કે તેઓ વધુ માં વધુ ગામડાઓ દરેક લઈ તેનો સંપૂર્ણ વિકાસ કરે તેમજ વધુ ને વધુ તળાવો અને ચેક ડેમો બનાવી અને વરસાદી પાણીનો સંગ્રહ થાય તેઓ આ દિશામાં પરિણામલક્ષી પ્રયત્ન કરે તો રાજકોટની પીવાના પાણીની સમસ્યાનું સમાધાન તો થશે જ સાથોસાથ વરસાદી પાણી ભરાવવાની સમસ્યાનું પણ નિરાકરણ આવશે અને ભવિષ્યમાં બાંધકામ ક્ષેત્રે પણ પાણીની સમસ્યા નહિ સર્જાય પાટીલ ની આ પહેલને આવકારતા આર બી એ ના પ્રમુખ પરેશ ભાઈ ગજેરા એ પૂરી ટીમ વતી જણાવ્યું હતું કે રાજકોટ, ગુજરાત ક્રેડાઈ આ અંગે યોગ્ય કરવાની ખાતરી આપીએ છીએ અને રાજકોટ બિલ્ડર એસોસિયેશનએ વાતને સંપૂર્ણ રીતે વધાવી લીધી હતી.

રાજકોટ બિલ્ડર્સ એસોસીએશનમાં હાલ ટ્રેઝરર તરીકે પ્રસંશનીય કામગીરી કરી રહેલા યુવા બિલ્ડર અમિત ત્રાંબડીયાની રાજકોટ બિલ્ડર્સ એસોસીએશનના ચેરમેન તરીકે નિયુક્તિ કરવામાં આવી હતી જ્યારે જોઇન્ટ સેક્રેટરી પદે સંદીપભાઈ સાવલિયા અને ટ્રેઝરર તરીકે રાજદિપસિંહ જાડેજાની નિયુક્તિ કરવામાં આવી હતી રાજકોટ બિલ્ડર્સ એસોસીએશનમાં હાલ સુધી યુથ ક્ધવીનર તરીકે કાર્યરત રણધીરસિંહ જાડેજા (અલય ગ્રુપ,નો બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

આરબીએના બોર્ડમાં ચેરમેનથી લઈ યુથ ક્ધવીનરના વિવિધ પદો પર નિયુક્તિ આર બી એ ના ઇન્વાઇટી બોર્ડ મેમ્બરઋષીત ગોવાણી આદિત્ય લાખાણી, ગોપી પટેલ પૃથ્વીરાજસિંહ રાણા રાજેન્દ્ર સોનવાણી પાર્થ તલાવિયા, દિવ્ય પટેલ ચિરાગ લાખાણી કિશન કોટેચાની નિમણુક કરવામાં આવી હતી જ્યારે યુથ ક્ધવીનર પદે નીરજ ભિમજિયાણી પ્રિતેશ ીપળીયા સમીર હાસાલિયા ભરત સોનવાણી દીશીત પોબરું, ધવલ હુંબલની નિમણુક કરવામાં આવી હતી તદઉપરાંત રણધીરસિંહ જાડેજા ચેતન રોકડ અને હાર્દિક શેઠની બોર્ડ મેમ્બર પદે નિયુક્તિ કરવામાં આવી હતી.

બિલ્ડરોને રાજ્ય સરકારની તમામ મદદની ખાતરી: રાઘવજીભાઈ પટેલ

રાઘવજીભાઈ પટેલે કહ્યું હતું કે, કેન્દ્ર અને રાજ્ય સરકાર દેશના તમામ નાગરિકોને રહેવા માટે સારું અને સસ્તું ઘરનુ ઘર પૂરું પડવાની વિવિધ યોજનાઓ ચલાવી રહી છે જેમાં બિલ્ડરો વિવિધ રીતે ખૂબ સહકાર આપી રહ્યા છે અને એ રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વપ્નને સાકર કરવા પ્રયાસરત છે ત્યારે રાજ્ય સરકાર વતી બિલ્ડરોને કોઈપણ મદદ કરવાની ખાતરી આપું છુ.

બાંધકામ વ્યવસાય અન્ય અનેક વ્યવસાયને પૂરક છે: પરષોત્તમ રૂપાલા
પરસોત્તમ રૂૂપાલાએ કહ્યું હતું કે, બાંધકામ વ્યવસાયને નવો આયામ મળ્યો એ સાથે જ આ વ્યવસાયમાં અનેક પડકારો પણ છે એ પડકારોને પહોંચી વળવા પરેશભાઈએ મને રજૂઆત કરી હતી જેનું મેં સંજ્ઞાન લીધું છે અને રાજ્ય સરકાર સાથે મળીને એ પડકારોને ઉકેલવાની ખાતરી આપી છે. આ વ્યવસાય માત્ર બિલ્ડરોનું જ માત્ર પાલન પોષણ નથી કરતો પર ક્ધટ્રકસન વ્યવસાય સાથે સંકળાયેલા લાખો લોકોને રોજગારી પૂરી પાડે છે નિયમિત પૂરી પાડે છે એ રીતે જોઈએ તો ક્ધટ્રકશન વ્યવસાય ખૂબ મોટો રોજગારલક્ષી આયામ પૂર્ણ કરે છે આ એક એવો વ્યવસાય છે કે જેમના મોટાભાગના ગ્રાહકો એટલે કે ફ્લેટ ડુપ્લેક્ષ ખરીદનારા જીવનમાં એકાદ વાર જ ઘરનું ઘર ખરીદી શકે છે. એમને જીવનભરનો ભરોસો આપવાનું કામ આ વ્યવસાયમાં નિષ્ઠાપૂર્વક આ વ્યવસાય નિભાવે છે એ પણ ખૂબ મોટી ઉપલબ્ધિ છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement