હાઈટ્સની મંજૂરીમાંથી બિલ્ડરોનો છુટકારો : એરપોર્ટ ઓથો.ની વેબસાઈટ શરૂ
- એરિયા મુજબ કેટલા માળનું બિલ્ડિંગ બની શકે તે ઓનલાઈન જાણી શકાશે : પ્લાન મૂકવાનું બનશે સરળ
- એરપોર્ટ ઓથોરિટીએ બિલ્ડરો સમક્ષ મનપામાં પ્રેઝન્ટેશન રજૂ કર્યુ, શહેર અને રૂડા વિસ્તારમાં નિયમ લાગું
રાજકોટ શહેરમાં અમુક માળ સુધી બિલ્ડીંગ બનાવવાની મંજુરી આપવામાં આવે છે એરપોર્ટ ઓથોરીટી દ્વારા તેમના નિયમ મુજબના નકકી કરેલા વિસ્તારમાં ચોક્કસ હાઈટ્સ સુધીના બિલ્ડીંગ બનાવી શકાય છે. પરંતુ એરપોર્ટનું હિરાસર ખાતે સ્થળાંતર થઈ ગયા બાદ 70 મીટરથી વધુ ઉંચાઈની બિલ્ડીંગો માટે હાઈવે ઓથોરીટી પાસે બિલ્ડર એસોસીએશનો દ્વારા અવાર નવાર મંજુરી માગવામાં આવી હતી અને બિલ્ડીંગ બનાવતી વખતે આ વિસ્તાર એરપોર્ટ ઓથોરીટીની ત્રિજિયામાં આવે છે કે નહીં તે મુદદ્દે તપાસ કરવી પડતી હતી જેમાંથી હવે છુટકારો મળી ગયો છે. એરપોર્ટ ઓથોરીટી એ વેબસાઈટ તૈયાર કરી ક્યા વિસ્તારમાં કેટલા માળની મંજુરી મળવા પાત્ર છે તે તમામ વિગત દર્શાવી ગઈકાલે કોર્પોરેશન ખાતે બિલ્ડર એસોસીએશન સમક્ષ પ્રેજન્ટેશન રજૂ કર્યુ હતું.
મહાનગરપાલિકાના ટાઉનપ્લાનીંગ વિભાગમાંથી પ્રાપ્ત થયેલ વિગત મુજબ રાજકોટ ખાતે આવેલ એરપોર્ટના કારણે અમુક ચોક્કસ વિસ્તારોમાં અમુક માળની ઈમારતો બનાવવાની મંજુરી આપવામાં આવતી હતી. પરંતુ હવે એરપોર્ટનું હિરાસર ખાતે સ્થળાંતર થઈ જતાં રાજકોટ એરપોર્ટ ખાતેનો ટ્રાફિક તદન બંધ થઈ ગયો છે. જેથી બિલ્ડર એસોસીએશન દ્વારા હાઈવે ઓથોરીટીની હેઠળ આવતા પ્રતિબંધીત વિસ્તારોમાં વધુ માળના બિલ્ડીંગો બનાવવાની મંજુરી માગવામાં આવી હતી. જેનો ઉકેલ આજ સુધી આવ્યો નથી. પરંતુ અમુક વિસ્તારોમાં અમુક ચોક્કસ માળને મંજુરી મળતી હોય જેમાં અલગ અલગ પ્રકારો હોવાના કારણે બિલ્ડરને મુશ્કેલી પડતી હતી કોઈપણ સ્થળે બિલ્ડીંગ બનાવવું હોય ત્યારે આ વિસ્તાર ક્યા નિયમો હેઠળ આવે છે તેની જાણકારી ન હોવાથી પ્લાન મુકતા પહેલા હાઈવે ઓથોરીટી પાસે ધક્કા ખાવા પડતા હતા ત્યાર બાદ પ્લાન તૈયાર કરાતો હતો જેમાં સમયની બરબાદી થતી હોય પ્રતિબંધીત વિસ્તાર કેટલાપ્રકારના હોય અને આ વિસ્તારમાં કેટલામાળની બિલ્ડીંગને મંજુરી આપવામાં આવે છે તે સહિતના મુદદ્દે અવાર નવાર મુશ્કેલીઓ પડતી હતી જેનું નિવારણ લાવી એરપોર્ટ ઓથોરીટીએ ગઈકાલે કોર્પોરેશનની સેન્ટ્રલઝોન કચેરી ખાતે બિલ્ડર એસોસીએશનની ઉપસ્થિતિમાં પ્રેજન્ટેશન રજૂ કર્યુ હતું.
મનપામાં રજૂ થયેલ હાઈવે ઓથોરીટીના પ્રેજન્ટેશનમાં જાણવામળેલ વિગત મુજબ હવે હાઈવે ઓથોરીટીએ પ્રતિબંધીત અને હાઈરાઈઝ બિલ્ડીંગો માટે નક્કી કરેલા રૂડાના તેમજ શહેરના વિસ્તારોમાં ક્યા પ્રકારની મંજુરી આપવામાં અવશે તે તમામ વિગત દર્શાવવામાં આવી છે.
આથી હવે કોઈપણ બિલ્ડર પ્રતિબંધીત વિસ્તારમાં બિલ્ડીંગ બનાવવાનું પ્રયાણ કરે ત્યારે આ વિસ્તારમાં કેટલા માળની મંજુરી મળવા પાત્ર છે તે વેબસાઈટ ઉપરથી પોતાની મેળે જાણી શકશે અને આ મુજબનો પ્લાન તૈયાર કરી હાઈવે ઓથોરીટીની મંજુરી મેળવી તુરંત ટાઉનપ્લાનીંગ વિભાગમાં મંજુરી માટે મુકી શકશે આજ સુધી સ્થળ નક્કી કર્યા બાદ હાઈવે ઓથોરીટીની ઓફિસેથી આ વિસ્તાર ક્યાઝોનમાં આવે છે તે અંગેની માહિતી મેળવવી પડતી હતી જેમાંથી હવે છુટકારો મળી ગયો છે અને ફક્ત એક ક્લીકથી ઓનલાઈન તમામ પ્રકારની હાઈરાઈઝ બિલ્ડીંગ અંગેની સ્થળ સહિતની વિગતો વેબસાઈટ પરથી જાણવા મળશે.
પ્રતિબંધિત વિસ્તારો રદ કરવાની માંગ યથાવત
બિલ્ડર એસોસીએશન દ્વારા હાઈવે ઓથોરીટીની અંડરમાં આવતા પ્રતિબંધીત વિસ્તારોમાં હાઈરાઈઝ બિલ્ડીંગો બનાવવાની મંજુરી ઘણા સમયથી માંગવામાં આવી રહી છે. રાજકોટ એરપોર્ટનું હિરાસર ખાતે સ્થળાંતર થઈ ગયા બાદ હવે એરટ્રાફિક સદંતર બંધ થઈ ગયેલ છે અને એરપોર્ટ પણ બંધ કરી દેવામાં આવ્યું છે. આથી અગાઉ જાહેર કરવામાં આવેલ હાઈરાઈઝ બિલ્ડીંગો માટેના પ્રતિબંધીત વિસ્તારોને રદ કરી આ વિસ્તારોમાં પણ કોર્પોરેશનના નિયમ મુજબની હાઈટ્સ બિલ્ડીંગો બનાવવાની મંજુરી આપવામાં આવે તેવી રજૂઆતો અનેક વખત થઈ છે જેનો ઉકેલ આજે પણ આવ્યો નથી.