For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

બિલ્ડર એસો. દ્વારા જમીન માપણીના કાયદા અંગે નોલેજ સેમિનાર યોજાયો

04:27 PM Apr 29, 2025 IST | Bhumika
બિલ્ડર એસો  દ્વારા જમીન માપણીના કાયદા અંગે નોલેજ સેમિનાર યોજાયો

મહેસૂલ વિભાગના તજજ્ઞોએ વિવિધ મૂંઝવતા પ્રશ્નો અંગે વિસ્તૃત માહિતગાર કરી ઉકેલ આપ્યા: રેવન્યુ પ્રેક્ટિસનર, રિયલ એસ્ટેટ,ચેમ્બર ઓફ કોમર્સના સભ્યોની ઉપસ્થિતિ

Advertisement

રાજકોટ બિલ્ડર એસોશિએશન દ્વારા રેવન્યુ કાયદા અને જમીન માપણી (ડીઆઈએલઆર) કાયદાના મુંઝવતા પ્રશ્નોના ઉકેલ સરળ સમજણથી મળી રહે એ માટે તા.26ના હેમુ ગઢવી હોલ ખાતે એક નોલેજ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વક્તા તરીકે ગુજરાત કેડરના સિનીયર અધિકારી એડી.કલેક્ટર હનુમંતસિંહ જાડેજા અને રિટાયર્ડ મામલતદાર હરિભાઈ નસીત ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને ઉપસ્થિત બિલ્ડરોને જમીનના કાયદાની પાયાથી લઈને નવા કાયદાઓમાં ફેરફાર સુધીની તમામ વિગતો જીણવટ પૂર્વક જણાવી જરૂૂરી માહિતી પુરી પાડી હતી. સેમિનારના પ્રથમ વક્તા હનુમંતસિંહ જાડેજાએ વ્યક્તિએ જમીન ખરીદ કરતી વખતે શું શું ધ્યાનમાં રાખવું જોઈએ તથા જમીન માલિકોના ક્યા ક્યા તબક્કે સરકાર સાથે ઇન્ટરએક્શન થાય છે તે અંગે તબક્કાવાર માહિતી આપી હતી. અને ખાસ કરીને જમીન માપણી ખાતાની કાર્યપધ્ધતિ વિશે વિગતે જણાવ્યું હતું.

Advertisement

બીજા વક્તા તરીકે રિટાયર્ડ મામલતદાર હરીભાઈ નસીત દ્વારા મહેસુલ કાયદો 1879થી શરૂૂ કરી અને સૌરાષ્ટ્ર સરકાર સમયે 1948 થી 1952 દરમિયાન ખેડૂતોને ખાતેદારનો દરજ્જો કેવી રીતે મળ્યો તેમજ સૌરાષ્ટ્ર સરકારના કબ્જા અંગેના કાયદાઓ વિષે વિસ્તૃત સમજણ આપવામાં આવી હતી. સેમિનાર દરમિયાન બિલ્ડરોને કેટલીક કાયદાકીય ગુંચવણ સહિતની બાબતે પ્રશ્નોતરી કરવામાં આવી હતી જેના જવાબો વક્તાઓએ આપ્યા હતા.

આ સેમિનારમાં રાજકોટ બિલ્ડર એસોશીએશન, રેવન્યુ પ્રેક્ટિસનર્સ એસોશીએશન, રાજકોટ રિયલ એસ્ટેટ એજન્ટ એસોશીએશન, રાજકોટ પ્રોપર્ટી ક્ધસલ્ટન્ટ એસોશીએશન, એસો. ઓફ ક્ધસલન્ટસી સિવિલ એન્જીનીયર, રાજકોટ એન્જીનીયરીંગ એસોશીએશન, રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ, આઈઆઈઆઈડીના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્મનો સફળ બનાવવા રાજકોટ બિલ્ડર એસોશિએશનના પ્રમુખ પરેશભાઈ ગજેરા, ચેરમેન અમિતભાઇ ત્રાંબડીયાની આગેવાની હેઠળ રેવન્યુ થતા જીડીસીઆર કમિટીના સભ્યો અને બોર્ડ મેમ્બરોએ જહેમત ઉઠાવી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement