ફ્લેટમાં ભેજ લાગે તો બિલ્ડર જવાબદાર, 5 વર્ષ સુધી જવાબદારી
- અમદાવાદમાં બિલ્ડર-ગ્રાહક વચ્ચેના વિવાદમાં ‘ગુજરેરા’નો ચુકાદો
બિલ્ડરે ગ્રાહકને ફ્લેટનું પઝેશન આપતા પહેલા દરેક સમસ્યાઓનું નિરાકરણ લાવવું પડશે. આખી જિંદગીની બચત કરી લાખો અને કરોડો રૂૂપિયાના ખર્ચે ગ્રાહકો મકાન ખરીદે છે ત્યારે નાની અમથી સમસ્યા પણ બિલ્ડરને ભારે પડી શકે છે. તાજેતરમાં જ નવા મકાનની દિવાલ પર ભેજની સમસ્યા મામલે ગ્રાહકે કરેલી ફરિયાદમાં રેરા દ્વારા બિલ્ડરને જવાબદાર ઠેરવી રિપેરિંગ કરી આપવા આદેશ આપ્યો છે.
રીયલ એસ્ટેટ ક્ષેત્રે બિલ્ડરોના હાથે ગ્રાહકોને છેતરાતા બચાવવા માટે રેરા કાયદો અમલમાં છે. ગ્રાહકે નવુ મકાન ખરીદ્યુ હોય અને બિલ્ડર દ્વારા તેમાં ખામી રાખીને પઝેસન આપી દેવાયું હોય તો ગ્રાહકે ગભરાવવાની જરૂૂર નથી તમે રેરામાં ફરિયાદ કરી શકો છો આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં બિલ્ડર જવાબદાર રહેતા હોવાનો મહત્વપૂર્ણ ચુકાદો ગુજરાત રેરાએ આપ્યો છે. ફ્લેટમાં ખામી રહેતો રિપેરીંગની બિલ્ડરની પાંચ વર્ષની જવાબદારી હોય છે.
અમદાવાદના વાસણા વિસ્તારમાં ગ્રાહકે ફ્લેટ ખરીદ્યો હતો. નવા ફલેટમાં ભેજ ઉતરતા ગ્રાહકે રેરામાં ફરિયાદ કરી હતી. રેરાએ આ ફ્લેટની દિવાલો રિપેર કરી આપવા માટે બિલ્ડરને ઓર્ડર આપ્યો છે. નવા બનેલા મકાનોમાં સિવિલ વર્કમાં કોઈ પણ ખામી હોય તો મકાનમાલિકો રેરાના સેક્શન 14(3) હેઠળ ફરિયાદ કરી શકે છે. ફરિયાદી ગ્રાહકે નવા રેસીડેન્શીયલ ટાવરમાં 10મા માળે ફલેટ ખરીદ કર્યો હતો. ફલેટનો કબ્જો મળે તે પૂર્વે જ દિવાલોમાં ભેજ દેખાયો હતો ગ્રાહકે ધ્યાન દોરતા બિલ્ડર દ્વારા સમારકામ કરી હવે ભેજ નહી આવે તેવું કહેવાયુ પરંતુ પાછો ભેજ ઉતરતા ફર્નિચર સહિત સામાનને નુકશાન થતા વિવાદ થયો અને બિલ્ડર અને ગ્રાહકની તકરાર રેરામાં પહોચી હતી. રેરાએ આ કેસમાં બિલ્ડરને ફટકાર લગાવી છે.
બિલ્ડર લોન ન ભરે તો ગ્રાહકોના ફલેટ કે દુકાનનો બેંક કબજો લઇ શકે નહીં
ગુજરાતમાં ફ્લેટ કે દુકાન ધારકો માટે ગુજરેરાનો એક મોટો ચૂકાદો આવ્યો છે. જો કોઈ બિલ્ડર લોન લીધા પછી પેમેન્ટ કરવામાં નિષ્ફળ જાય તો બેન્કો ગ્રાહકોએ લીધેલા ફ્લેટ કે દુકાનોને વેચી શકે નહીં. સુપ્રીમ કોર્ટના એક ચૂકાદાને ધ્યાને રાખીને ગુજરેરાએ ચૂકાદો આપ્યો છે કે ગ્રાહકોના હિતો જ સર્વોપરી હોય છે. SARFAESI એક્ટ અંતર્ગત તમે કાર્યવાહી કરી શકો છે પણ જે ગ્રાહકે ઓલરેડી પેમેન્ટ કરીને ફ્લેટ કે દુકાનો બુક કરાવી છે એમની દુકાનો કે ફ્લેટનો કબજો લઈને તમે વેચાણમાં ન મૂકી શકો.ગુજરાત રેરા દ્વારા આ એક મહત્ત્વનો ચુકાદો છે. જે ગ્રાહકો માટે મોટો ફાયદાકારક કહી શકાય છે. બિલ્ડર લોન ભરવામાં નિષ્ફળ જાય તેના કારણે એલોટી દ્વારા ખરીદવામાં આવેલી દુકાનો કે ફ્લેટને SARFAESI એક્ટ હેઠળ બેન્ક રિકવરી કરી શકે નહીં. ગુજરેરાના ચુકાદાને બેન્ક દ્વારા હાઈકોર્ટમાં ચેલેન્જ કરવામાં આવ્યો હતો. હાઈકોર્ટે આ અંગે ફાઈનલ ચુકાદો આપવા GujRERA ને જણાવ્યું હતું. ગુજરેરાએ હવે ફાઈનલ ઓર્ડર આપ્યો છે. તે સાબિત કરે છે કે RERA એક્ટ SARFAESI એક્ટને સુપરસિડ કરે છે. GujRERAએ વડોદરા કેસમાં નોંધ્યું હતું કે, સુપ્રીમ કોર્ટના ચુકાદા પ્રમાણે પ્રોપર્ટીના ખરીદદારો સિક્યોર્ડ ક્રેડિટર્સ ગણાય છે. આ કેસમાં એક બિલ્ડરે એસબીઆઈ પાસેથી લોન લીધી હતી અને ત્યાર પછી તે લોનની ચૂકવણી કરી શક્યા નહીં. તેના કારણે બેન્કે બિલ્ડરની સ્કીમનું પઝેશન લઈ લીધું. જેમાં ગ્રાહકની તરફેણમાં ચૂકાદો આપી રેરાએ સાબિત કરી દીધું હતું કે ગુજરાતમાં આજે પણ બિલ્ડરો સામે ન્યાય મળી શકે છે.