રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

બજેટમાં ગરીબી, મોંઘવારી અને ભૂખમરો કેમ દૂર થશે તેનો કોઇ ઉલ્લેખ નથી: સાગઠિયા

05:18 PM Jul 24, 2024 IST | admin
Advertisement

બજેટને કોર્પોરેટ હાઉસનું ગણાવી વખોડતા મનપાના પૂર્વ વિરોધ પક્ષના નેતા વશરામભાઇ

Advertisement

નાણાપ્રધાન નિર્મલા સીતારામને લોકસભામા વર્ષ 2024-25નું કેન્દ્રીય અંદાજપત્ર રજુ કર્યુ હતા જેમો મનપાના પૂર્વ વિરોધ પક્ષના વશરામભાઇ સાગઠિયાએ વખોડિ કાઢયુ હતુ.

વશરામભાઇ સાગઠિયાએ જણાવ્યુ હતુ કેદેશ નું 2024 માં બજેટ છે તે વાસ્તવિકતાથી જોજનો દૂર છે મોટા મોટા આંકડાની માયાજાળમાં ફસાયેલું હોય અથવા ફસાવ્યું હોય તેવું અભ્યાસ કરતા માલુમ પડે છે આ બજેટમાં ગરીબો વધારે ને વધારે ગરીબ થતા જાય અને કોર્પોરેટ ક્ષેત્રમાં ઉતરોતર વધારો થતો જાય તેવું દેખાઈ રહ્યું છે કારણ કે અર્થશાસ્ત્ર ના નિયમો મુજબ જ્યારે પૈસાનું વિકેન્દ્રીકરણ થાય અને છેવાડાના માનવી સુધી રૂૂપિયો પહોંચે તો જ દેશમાં ગરીબી હટે દેશમાં મોંઘવારીની સ્થિતિમાં ફેરફાર થાય અને દેશને ભૂખમરાની સ્થિતિમાં પણ સુધારો થાય પરંતુ આજના બજેટમાં અર્થશાસ્ત્રના નિયમોને નેવી મૂકી ફક્ત પોઈન્ટ બે ટકા ઉદ્યોગપતિઓને જ લાભ થાય તેવા પ્રોજેક્ટ તો પણ અંદર આવરી લેવામાં આવ્યા છે.

આ દેશમાં આજે પણ 60% લોકો ખેતી સાથે જોડાયેલા છે અને અને ખેડૂતો માટેની જે બે યોજનાઓ મૂકી છે એ હસ્યાપદ અને ખેડૂતોને મશ્કરી સમાન છે ખેડૂતોની વાતમાં એક કરોડ ખેડૂતોને કુદરતી ખેતી માટે પ્રેરિત કરવામાં આવશે અને 10,000 જેટલા જરૂૂરિયાત મુજબના બાયો ઇનપુટ કેન્દ્રો ખોલવામાં આવશે પરંતુ કોણ ખોલ છે કોણ કુદરતી ખેતીના પહેરવાની કામગીરી સોંપવામાં આવશે તે જોશો તો કોર્પોરેટ હાઉસના લોકોને જ આ કામ સોંપવામાં આવશે જેનાથી લાંબે ગાળે ખેડૂતોને નુકસાન થશે બીજી વાત કરીએ એક્સપ્રેસ વે જે બનાવવાની વાત છે તેમાં પૂર્વંતર રાજ્યો એટલે કે જે પાંચ રાજ્યોમાંથી એક્સપ્રેસવે નીકળે છે તે પણ સરકાર કોર્પોરેટ સંસ્થાઓને સોંપવાની છે આ દેશના નાના ગરીબ અને મધ્યમ વર્ગને ફાયદો થાય તેવી યોજનાઓ હોવી જોઈએ ટેક્સના સ્લેબ ની વાત કરીએ તો જે લોકો ટેક્સના ડાયરામાં આવે છે તે લોકો એટલે કે મધ્યમ વર્ગ અને અપર મધ્યમ વર્ગ ના લોકો માટે તો નુકસાનકારક જ છે નાના અને ગરીબ માણસ હંમેશા ટેક્સના સ્લેબમાં આવતા હોતા નથી પરંતુ તેની આવક ની સામે ખર્ચ વધારે થતો હોય એટલે કે પોતાનું જીવન ગુજારવા માટે પોતાના કુટુંબની સ્થિતિમાં ક્યારેય પણ સુધારો આવે તેવું બજેટમાં કોઈ જોગવાઈ નથી.

Tags :
gujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement