મહુવાની સરકારી હોસ્પિટલ દર્દીની ખબર પૂછવા આવેલા યુવાનની ઘાતકી હત્યા
ભાવનગર જીલ્લાની મહુવાની સરકારી હોસ્પીટલમાં દર્દીની ખબર કાઢવા આવેલા મિત્ર ઉપર જીવલેણ હુમલો કરી, હોસ્પીટલમાં તોડફોડ કરી ઘાતક હથિયાર સાથે આવેલા શખ્સોએ આંતક મચાવી નાસી છુટ્યા હતા. હુમલાખોરોથી ઘવાયેલા યુવાનનું મોત નિપજતાં હત્યાનો બનાવ બન્યો છે. આ બનાવથી હોસ્પીટલ સંકુલમાં નાસ ભાગ મચી જવા પામી હતી.
પ્રાપ્ત થતી વિગતો મુજબ ભાવનગર જીલ્લાનાં મહુવાનાં ભુતેશ્ર્વર ગામે રહેતાં કોઇ યુવકો સાથે મહુવાથી એક ગેંગનાં સભ્યોને બપોરે મારામારી થઇ હતી. જે બાદ મારામારીમાં ઘવાયેલા યુવકોને મહુવાની સરકારી હોસ્પીટલમાં લઇ જવામાં આવ્યા હતા. જયાં દર્દી તરીકે રહેલા યુવાનોનાં મિત્ર નીપ ગામનો શરદભાઇ ખોડાભાઇ ભીલ (ઉ.વ.24) ખબર-અંતર પુછવા આવ્યો હતો. આ સમયે બપોરની મારામારીની દાઝ રાખી આઠ-દસ શખ્સો હથિયારો સાથે હોસ્પીટલમાં ઘુસી આત્મા ઇજાઓ હોસ્પીટલમાં ફર્જાપર, કાર્ય સહિતની વસ્તુઓની તોડફોડ કરી શરદ ભીલ ઉપર જીવલેણ હુમલો કરી તેની હત્યા કરી નાખી હતી. અને આ શખ્સો નાસી છુટ્યા હતા. આ બનાવથી મોડી રાત્રે હોસ્પીટલ પરીસરમાં નાસભાગ મચી ગઇ હતી. બનાવની જાણ થતાં પોલીસ કાફકો બનાવ સ્થળે દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી.