For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભરતીમાં ભવાડા; જેટકોના 5 અધિકારીઓ સસ્પેન્ડ

12:25 PM Dec 27, 2023 IST | Sejal barot
ભરતીમાં ભવાડા  જેટકોના 5 અધિકારીઓ સસ્પેન્ડ

જેટકો વિદ્યુત સહાયકની ભરતી પ્રક્રિયામાં ઝોન કક્ષાએ યોજાયેલા પોલ ટેસ્ટમાં ક્ષતિ હોવાનું જેટકોની તપાસમાં સામે આવતાં ભરતી જ રદ કરી દેવામાં આવી હતી. જે બાદ ઉમેદવારોએ વડોદરા જેટકોની ઓફિસ બહાર ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. ત્યારે આ સ્થિતિ વચ્ચે જેટકો વિદ્યુત સહાયક પરીક્ષામાં ફરજમાં બેદરકારી દાખવા બદલ પાંચ અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
જેટકો વિદ્યુત સહાયક પરીક્ષામાં ફરજમાં બેદરકારી દાખવા બદલ પાંચ અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ડેપ્યુટી એન્જીનિયર કે.એચ.પરમાર, એ.પી ભાભોર અને જે.જી પટેલ જ્યારે એસ.આર.યાદવ અને બી.જે ચૌધરી, એક્ઝિક્યુટિવ એન્જીનિયરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
ડેપ્યુટી એન્જીનિયર કે કે.એચ.પરમારને જૂનાગઢની જવાબદારી સોંપવામાં આવી હતી. તેમજ એસ.આર.યાદવને પોલ ટેસ્ટની જવાબદારી અને બી.જે ચૌધરીને જૂનાગઢની જવાબદારી સોંપવામાં આવી હતી.
બીજી તરફ ઉમેદવારોના વિરોધ વચ્ચે જેટકો દ્વારા નવેસરથી પરીક્ષા લેવાની તારીખો જાહેર કરી દેવામાં આવી હતી. જે અનુસાર ઉમેદવારોનો તા.28 અને 29ના રોજ પોલ ટેસ્ટ યોજાવામાં આવશે. જ્યારે 7 જાન્યુઆરી લેખિત પરીક્ષા યોજવામાં આવશે. જેટકોએ પોતાની વેબસાઈટ પર સતાવાર રીતે પરીક્ષાની નવી તારીખ જાહેર કરી હતી.
ઉલ્લેખનીય છે જેટકો દ્વારા 1224 જગ્યા માટે ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની ભરતીની જાહેરાત કરવામાં આવી હતી.
બીજી તરફ પરીક્ષા આપનાર ઉમેદવારોએ ગાંધીનગરમાં જઈને આંદોલનને આગળ વધારશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.. ઉમેદવારોની માગનું યોગ્ય નિરાકરણ આવ્યું નથી.. જેથી તેઓ હવે ગાંધીનગરમાં પરિવાર સાથે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી રહ્યા છે. જેટકોની પરીક્ષાને લઈને વિવાદ છેલ્લા 5 દિવસથી યથાવત્ છે.. સમગ્ર વિવાદના ઘટનાક્રમની વાત કરીએ તો, જેટકો દ્વારા 1224 જગ્યા માટે ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની ભરતીની જાહેરાત કરવામાં આવી હતી. ઝોન કક્ષાએ યોજાયેલા પોલ ટેસ્ટમાં ક્ષતિ હોવાનું જેટકોની તપાસમાં સામે આવતાં ભરતી જ રદ કરી દેવામાં આવી છે. વિભાગની ભૂલનો ભોગ ઉમેદવારો બન્યા હતાં. ઉમેદવારોએ વિદ્યાર્થીનેતા યુવરાજસિંહની આગેવાનીમાં વડોદરા જેટકોની ઓફિસ બહાર તારીખ 21 અને 22 ડિસેમ્બર વિરોધપ્રદર્શન કર્યું હતું. જેમાં જેટકોના ખઉએ નિવાડો લાવવાની દારણા આપતા ઉમેદવારોએ સરકારને 48 કલાકનો સમય આપી આંદોલન સમેટી લીધુ હતું.
જેટકો દ્વારા યોજાયેલી તપાસ સમિતિના રિપોર્ટમાં ચોંકાવનારી વિગતો સપાટી પર આવી હતી. જેથી હકીકતોને ધ્યાનમાં રાખી રાજકોટ, ભરૂૂચ અને મહેસાણા ઝોન હેઠળની વર્તુળ કચેરીઓ હેઠળના ઉમેદવારોને અન્યાય ના થાય કે અસંતોષની લાગણી ના ઉદભવે તેમજ સક્ષમ અધિકારીની સૂચનાને ધ્યાનમાં રાખી રાજકોટ, ભરૂૂચ અને મહેસાણા ઝોન હેઠળની સમગ્ર ભરતી પ્રક્રિયા રદબાતલ જાહેર કરવામાં આવી છે જેને લઈને સમગ્ર વિવાદ સર્જાયો છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement