ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

જાણીતી લોકગાયિકા ગીતા રબારીના ભાઈનું અવસાન

05:13 PM Nov 26, 2024 IST | Bhumika
Advertisement

ગુજરાત સહિત દેશ-દુનિયામાં નામના મેળવનાર લોકગાયિકા ગીતા રબારીનો પરિવાર વેરાન થઈ ગયો છે. ગીતા રબારીના ભાઈ મહેશ રબારીનું 39 વર્ષની વયે નિધન થતાં શોકનો માહોલ છે. આ અંગે જણાવવામાં આવી રહ્યું છે કે મહેશ રબારીનું મોત હાર્ટ એટેકના કારણે થયું હતું. મહેશ રબારી અંજારના ટપ્પર ગામનો વતની હતો. ગીતા રબારી, કીર્તિદાન ગઢવી અને રાજભા ગઢવી સહિત અનેક કલાકારોએ મહેશ રબારીના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો અને પોતપોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શોક સંદેશો પોસ્ટ કરીને મહેશ રબારીને શ્રદ્ધાંજલિ આપી હતી અને પરિવારને આ ખોટ સહન કરવાની શક્તિ આપે તેવી ભગવાનને પ્રાર્થના કરી હતી. શક્તિ આપો. ગીતા રબારી તેનો ઉપલેટાનો કાર્યક્રમ કેન્સલ કરીને વતન પહોંચી ગઈ હતી. મહેશભાઈનું અવસાન થયું ત્યારે ગીતા રબારી ઉપલેટા, ધોરાજીમાં એક કાર્યક્રમ કરી રહી હતી, પરંતુ તેમના ભાઈના મૃત્યુના સમાચાર મળતાં જ તેઓ તેમના વતન અંજારના ટપ્પર ખાતે દોડી આવ્યા હતા.

Advertisement

Tags :
Geeta RabariGeeta Rabari brothergujaratgujarat news
Advertisement
Next Article
Advertisement