ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

સબ રજિસ્ટ્રાર કચેરીમાં તૂટેલા દરવાજા, ગંધાતા શૌચાલય, નર્કાગાર જેવી સ્થિતિ

05:21 PM Jul 22, 2025 IST | Bhumika
Advertisement

બાથરૂમમાં સ્વચ્છતાનો અભાવ, વેઇટિંગ એરીયા-પાર્કિંગ-ફાયર સહિતની પ્રાથમિક સુવિધાના અભાવે અરજદારો પરેશાન: યોગ્ય કરવા રેરાની કલેકટરને આવેદન પાઠવી રજૂઆત

Advertisement

રિયલ એસ્ટેટ એજન્ટ્સ એસોસિયેશન ઓફ રાજકોટ (REAAR), દ્વારા જિલ્લા કલેકટર ડો. ઓમપ્રકાશને શહેરની વિવિધ સબ-રજીસ્ટ્રાર કચેરીઓમાં અરજદારો, નાગરિકો તથા રિયલ એસ્ટેટ એજન્ટોને ભોગવવી પડી રહેલી મૂળભૂત તકલીફોની ચર્ચા સાથે સત્તાવાર રજૂઆત કરવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન એસોસિયેશન દ્વારા રજુ કરવામાં આવેલા મુદ્દાઓમાં મુખ્યત્વે મહિલાઓ માટે અલગ અને સ્વચ્છ શૌચાલયોની અછત, પીવાના પાણીની સુવિધાનો અભાવ તેમજ પાણીના ફિલ્ટર જયાં છે ત્યાં સાફ-સફાઈનો અભાવ, સ્વચ્છ વેઈટિંગ એરીયા અને નાગરીકો માટે યોગ્ય બેસવાની વ્યવસ્થા ન હોવી, પાર્કિંગ વિસ્તારોમાં સુરક્ષાની ઉણપ સિક્યુરિટી ગાર્ડની માંગ તેમજ પાર્કિંગ વિસ્તારમાં અવારનવાર નાની મોટી ચોરી થવાના બનાવો સાથે અગ્નિસુરક્ષા (ફાયર સેફટી) માટે કોઈ ખાસ સુવિધાઓ ઉપલબ્ધ ન હોવા જેવા ગંભીર મુદ્દાઓનો સમાવેશ રજૂઆતમાં કરાયો છે.

રીયલ એસ્ટેટ એજન્ટ્સ એસોસિએશન ઓફ રાજકોટ એ જણાવ્યું કે આ સમસ્યાઓ સામાન્ય નાગરિકો અને એજન્ટોને રોજ-બરોજ હેરાનગતિનું કારણ બની રહી છે અને સબ-2જીસ્ટ્રાર કચેરીઓ જેવી મહત્વપૂર્ણ સરકારી સેવાઓ માટે યોગ્ય પરિસ્થિતિ સુનિશ્ચિત કરવી એ તંત્રની નૈતિક ફરજ છે.

હિરાસર એરપોર્ટનું સ્વ.વિજયભાઇ રૂપાણી નામકરણ કરવા માગણી
સ્વ. વિજયભાઈ રૂૂપાણીના માર્ગદર્શન હેઠળ રજકોટ શહેર અને સમગ્ર ગુજરાતે વિકાસના પ્રેરક ઘડવૈયા તરીકે કામગીરી અનુભવેલી છે. રાજકોટ શહેરને ઈન્ટરનેશનલ એરપોર્ટ મળે એ માત્ર તેમનું સ્વપ્ન જ ન હતું, પણ સ્વ. વિજયભાઈ રૂૂપાણીનો તે દ્રઢ સંકલ્પ હતો. તેમનો આ એરપોર્ટ માટે સતત પ્રયાસ, વિઝન અને નેતૃત્વનાં પરિણામે આજે રાજકોટને આ વૈશ્વિક દરજજાનું વિમાનમથક મળ્યું છે ત્યારે હિરાસર ખાતે આવેલ ઈન્ટરનેશનલ એરપોર્ટને સ્વ. વિજયભાઈ રૂૂપાણીના નામે નામાંકિત કરવામાં આવે, તો એ તેમને અર્પણ કરાયેલી શ્રેષ્ઠ શ્રદ્ધાંજલિ ગણાશે. આથી, આ સમગ્ર રજૂઆતને ઘ્યાનમાં લઈને, હિરાસર ખાતે આવેલ ઈન્ટરનેશલન એરપોર્ટને "વિજયભાઈ રૂૂપાણી ઈન્ટરનેશનલ એરપોર્ટ" તરીકે નામાંકિત કરવામાં આવે.

Tags :
gujaratgujarat newsrajkotrajkot newssub-registrar
Advertisement
Next Article
Advertisement