For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાજકોટ ડિવિઝન દ્વારા તૂટેલા અને વગર કાચ વાળી દોડાવાતી બસો

04:57 PM Mar 08, 2025 IST | Bhumika
રાજકોટ ડિવિઝન દ્વારા તૂટેલા અને વગર કાચ વાળી દોડાવાતી બસો

રાજકોટ ડિવિઝન હેઠળના જસદણ ડેપો નો વહીવટ ખાડે ગયો હોય તેવું જણાય છે મુસાફરોની સલામતીની દરકાર ડેપો મેનેજરને હોય તેવું લાગતું નથી. તાજેતરમાં જસદણ ડેપો ની બસ નંબરGJ-18-Z 4120 અને J-18-Z 4079માં ફ્રન્ટ સ્ક્રીન ગ્લાસમાં તિરાડો હતી. ને કંડકટર પાસે ફરિયાદ બુક પણ હતી નહીં. આ પ્રકારની આંધળા કાચવાળી બસો અકસ્માતને નોતરે છે અને મુસાફરો અને ડ્રાઇવરનો જાન જોખમમાં રહે છે. આ બંને બસના ફ્રન્ટ સ્ક્રીન ગ્લાસ અંગે ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિ દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી. વધુમાં જસદણ ડેપો ની અન્ય બે ગાડીની ફરિયાદ આવેલ હતી જેમાં બસમાં બારીના કાચ વગરની બસો દોડાવવામાં આવી રહી છે.

Advertisement

જેમાં જસદણ થી સવારે ઉપડતી અને રાજકોટ આવી સવારે 10:15 કલાકે માંગરોળ જતી બસ નંબર GJ-18-Z 4638 બસમાં સીટ નંબર 37, 38 કંડકટર સાઈડ અને સીટ નંબર 32, 33, 34 ડ્રાઇવર સાઈડ માં બારીમાં કાચ હતા નહીં જે અંગે ગજેન્દ્રસિંહ ઝાલાએ કંડકટરની ફરિયાદ બુકમાં ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ મુસાફરોએ નોંધવાની ફરિયાદ પોથી પરિશિષ્ટ અ ફરિયાદ નંબર 3306 મુજબ લેખિતમાં ફરિયાદ કરવામાં આવી હતી. અન્ય એક જસદણ ડેપોની બસ કે જે બસ નંબર GJ-18-Z 4079 રાજકોટ જસદણ રાજકોટ ચલાવવામાં આવે છે તે બારીમાં 27, 28 બારીમાં કાચ નથી. કાચ વગરની બારી હોય ત્યારે હાલ ઉનાળાની ગરમી ચાલુ થઈ છે અને 36 થી 37 ડિગ્રી તાપ પડી રહ્યો છે.

Advertisement

બપોરના સમયે આગામી દિવસોમાં સૂર્યનારાયણ નો પારો આસમાને પહોંચવાનો હોય ત્યારે આ બસોમાં જો કાચ વગરની બારી હોય તો સિનિયર સિટીઝન મહિલાઓ અને બાળકોની હાલત કફોડી બને છે અને લુ લાગી જવાની શક્યતાઓ પણ રહે છે. જસદણ રાજકોટ જસદણ ચલાવવામાં આવતી બસમાં બારીમાં કાચ ન હોવાને પગલે રાજકોટ ડેપોમાં ગજેન્દ્રસિંહ ઝાલાએ ફરિયાદ નંબર 479166 થી તારીખ 6/3 ના રોજ લેખિતમાં ફરિયાદ કરવામાં આવી છે. ત્યારે આ પ્રકારની ખામીયુક્ત બસો ચલાવવામાં આવશે તો તેની સામે ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિ લડત ચલાવશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement