UPSCની પરીક્ષામાં એક માર્ક્સથી ફેલ થતા તેજસ્વી છાત્રનો આપઘાત
સુરતનાં સચિન વિસ્તારમાં વિદ્યાર્થીનાં આપઘાતની ચકચારી ઘટના બની છે. પરીક્ષામાં માત્ર એક માર્ક્સથી ફેલ થતાં UPSC નાં વિધાર્થીએ એપાર્ટમેન્ટમાંથી કૂદકો મારીને જીવન ટુંકાવ્યું હતું. આ ઘટનાને પગલે સચિન ૠઈંઉઈ પોલીસે મૃતદેહને પીએમ અર્થે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ફેલ થવાથી વિદ્યાર્થી થોડા દિવસથી માનસિક તણાવમાં રહેતો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
મળતી માહિતી મુજબ, સચિન વિસ્તારમાં આવેલા નીલકંઠ હાઇટ્સ એપાર્ટમેન્ટમાં રહેતા શુભમ ત્રિપાઠીએ એપાર્ટમેન્ટથી કૂદકો મારીને આત્મહત્યા કરી છે. શુભમ ત્રિપાઠી UPSCની તૈયારી કરી રહ્યો હતો. માહિતી અનુસાર, UPSCની પરીક્ષામાં માત્ર એક માર્ક્સથી ફેલ થતાં છેલ્લા અમુક દિવસથી શુભમ માનસિક તણાવમાં રહેતો હતો.
આ ઘટનાને પગલે સચિન જીઆઇડીસી પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહને પીએમ અર્થે મોકલીને કાર્યવાહી હાથ ધરી છે. આશાસ્પદ દીકરાના મોતથી પરિવારમાં ભારે ગમગીની છવાઈ છે. જ્યારે, સચિન જીઆઇડીસી પોલીસે પીએમ સહિતની કાર્યવાહી હાથ ધરીને આત્મહત્યા પાછળની વધુ હકીકત જાણવા તપાસ આદરી છે.