For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

લાંચનો પડઘો: 11 ફાયર સ્ટેશન ઓફિસરની બદલી

03:26 PM Jul 11, 2024 IST | admin
લાંચનો પડઘો  11 ફાયર સ્ટેશન ઓફિસરની બદલી

મવડી, કનક રોડ, કાલાવડ રોડ, કોઠારિયા રોડ, ઈમરજન્સી રીસ્પોન્સ સેલ, બેડીપરા અને રેલનગરના ફાયર સ્ટેશન ઓફિસરો બદલાયા

Advertisement

ટીઆરપી અગ્નિકાંડ બાદ મહાનગરપાલિકામાં અનેક વિભાગોમાં સાફસફાઈ કરી સાગમટે બદલીઓ કરવામાં આવી રહી છે. અગાઉ ટાઉન પ્લાનીંગ વિભાગમાં જૂના તમામ સ્ટાફને અન્ય સ્થાને મુકી નવા અધિકારીઓને ચાર્જ સોંપવામાં આવ્યો છે. ત્યારે હાલમાં ચાલતી ફાયર વિભાગની કપરી કામગીરીમાં પણ વેપારીઓ અને હોટલ સંચાલકો દ્વારા આક્ષેપો થતાં મ્યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઈએ હવે 11 ફાયર સ્ટેશન ઓફિસરની અરસ પરસ બદલી કરી અનુભવના આધારે ચોક્કસ ફાયર સ્ટેશનોનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.

મ્યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઈ આજે એક સાથે 11 ફાયર સ્ટેશન ઓફિસરની અરસ પરસ બદલી કરવાના હુકમ જારી કર્યા હતાં. અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા ચાર દિવસથી ફરી વખત ફાયર એનઓસી અને બીયુ સર્ટી મુદ્દે ચેકીંગ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત આડેધડ હોટલ રેસ્ટોરન્ટ, પાર્ટી પ્લોટ, સીલ કરવામાં આવી રહ્યા હોવાની ફરિયાદો સાથે ગઈકાલે હોટલ રેસ્ટોરન્ટના સંચાલકોએ હડતાલ પાડી હતી. અને આક્ષેપ કરેલા કે, સીલ ખોલવા માટે રૂા. 5 લાખ સુધીની લાંચ માંગવામાં આવી રહી છે. આ આક્ષેપના પગલે મ્યુનિસિપલ કમિશનરે ફાયર વિભાગ ઉપર ફરી વખત વિઘ્ન ન આવે તે હેતુથી આજે 11 ફાયરસ્ટેશન ઓફિસરની બદલી કર્યાનું જાણવા મળેલ છે. છેલ્લા ચાર દિવસથી ફાયર વિભાગની અને ટાઉન પ્લાનીંગ વિભાગની ટીમ દ્વારા ફાયર એનઓસી વગરના અને બાંધકામ પરમીશન વગર એકમો સીલ કરવામાં આવી રહ્યા છે.

Advertisement

તેમજ અગાઉ સીલ કરાયેલા અને શરતોને આધીન ખોલવામાં આવેલા એકમોની ફાયર અંગેની કામગીરી સમયસર ન થતાં તેમજ ફરીવખત આડેધડ સીલીંંગ કામગીરી શરૂ કરાતા ગઈકાલે હોટલ, રેસ્ટોરન્ટ, બેન્ક્વેટહોલ, પાર્ટીપ્લોટ, મંડપ સર્વિસ સહિતના 2000થી વદુ સંચાલકોએ કામગીરીનો વિરોધક રી હડતાલ પાડી મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશનરને આવેદનપાઠવી સીલીંગ માટેની માર્ગદર્શીકા જાહેર કરવામાં આવે તેમ જણાવ્યું હતું. તેવી જ રીતે સીલ ખોલવા માટે અમુક ભ્રષ્ટ કર્મચારીઓ દ્વારા રૂા. 5 લાખ સુધીની લાંચ માંગવામાં આવી રહી છે. તેવા આક્ષેપો કરતા આ આક્ષેપને ગંભીરતાથી લઈ મ્યુનિસિપલ કમિશનરે તાત્કાલીક ધોરણે 11 ફાયર સ્ટેશનના ફાયર ઓફિસરોની અરસ પરસ બદલી કરી અત્યાર સુધી કરેલી તમામ કામગીરીનો રિપોર્ટ સુપ્રત કરવાની સુચના આપવામાં આવી છે.

મહાનગરપાલિકાના એક સાથે 11 ફાયરસ્ટેશન ઓફિસરોની અરસ પરસ બદલી થતાં અનેક તર્કવિતર્કો થઈ રહ્યા છે. ત્યારે જાણકારોના જણાવ્યા મુજબ ગેમઝોન અગ્નિકાંડમાં ફાયર વિભાગના સીએફઓ અને ડેપ્યુટી સીએફઓને સસ્પેન્ડ કરી તેમની ધરપકડ કરાતા ફાયર વિભાગ ઉપર હાલ માછલા ધોવાઈ રહ્યા છે. ત્યારે વેપારીઓ દ્વારા લાંચ લીધાના આક્ષેપ થતાં દુધના દાઝ્યા છાસ પણ ફૂંકીને પીવે તેમ તાત્કાલીક 11 ફાયરસ્ટેશન ઓફિસરની બદલીના ઓર્ડર રાતોરાત જારી કરી દેવામાં આવ્યા છે.

ફાઈલોના થપ્પા છતાં બદલી થતાં કામગીરી ખોરંભાશે
મ્યુનિસિપલ કમિશનરે એક સાથે 11 ફાયર સ્ટેશન ઓફિસરની અરસ પરસ બદલીના ઓર્ડર ગઈકાલે કર્યા છે. ત્યારે અગ્નિકાંડ બાદ ફાયર એનઓસી માટેની ફાઈલોનો હાલમાં ઢગલો થઈ ગયો છે. અને છેલ્લા એક માસથી સીએફઓ ન હોવાથી કામગીરી થઈ શકેલ નહીં અને તાજેતરમાં નવા સીએફઓની નિમણુંક કરાઈ છે. તેમજ સીલ થયેલ મિલ્કતો દ્વારા વોર્ડવાઈઝ સીલ ખોલવા માટે જે ડોક્યુમેન્ટ રજૂ કરવામાં આવ્યા છે. તેનું વેરીફીકેશન અને સ્થળ તપાસની કામગીરી સ્ટેશન ઓફિસર મારફતે ચાલુ થઈ છે ત્યાં જ એક સાથે 11 ફાયર સ્ટેશન ઓફિસરની બદલી કરાતા હવેથોડો સમય માટે બદલી થઈને આવેલા સ્ટેશન ઓફિસર માટે એરિયો અજાણ્યો પડશે અને સ્થળ તપાસ માટે પણ કામગીરી કરવામાં મુશ્કેલી સર્જાશે જેના કારણે ફાઈલોના થપ્પા હોવા છતાં નવી એનઓસીની કામગીરીમાં વિલંબ થશે તેવું ચર્ચાઈ રહ્યું છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement