રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

મામકાવાદને બ્રેક: હોર્ડિંગ્સ બોર્ડના કામમાં રી-ટેન્ડરના આદેશ

03:53 PM Oct 05, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

મનપાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં 1.19 અબજના કામોના ખર્ચને મંજૂરી

મહાનગરપાલિકાની સ્ટેનડીંગ કમિટીની બેઠક આજરોજ મળેલ કમિશનર વિભાગમાંથી રજૂ કરવામાં આવેલ 45 દરખાસ્ત પૈકી 33 સાઈટ ઉપર હોર્ડિંગ બોર્ડની દરખાસ્ત કે જે ગત સ્ટેન્ડીંગમાં પેન્ડીંગ રાખવામાં આવેલ તે આજે પરત કરી રિટેન્ડર કરવાના આદેશ કરવામાં આવ્યા હતાં. હોર્ડિંગના કામોમાં લાલિયાવાડી ચાલતી હોવાની ફરિયાદો ઉઠતા તેમજ 33 સાઈટ માટે ફક્ત 9 એજન્સીમાંથી 4 એજન્સી ક્વોલીફાઈ થતાં આ શંકાસ્પદ દરખાસ્ત પરત કરી રિટેન્ડર કરવાના ચેરમેને આદેશ કર્યા હતાં. તેમજ અલગ અલગ વિકાસના કામો માટે આવેલી 44 દરખાસ્તો મંજુરી કરી રૂા. 119 કરોડના કામોના ખર્ચને બહાલી આપવામાં આવી હતી. આજની દરખાસ્તમાં મુખ્યત્વે ખર્ચ, રસ્તાકામ, ડ્રેનેજ, પેવીંગ બ્લોક એન ડીઆઈ પાઈપલાઈન નાખવા માટેનો મંજુર કરવામાં આવ્યો હતો. જ્યારે સફાઈકામદારોના પ્રશ્ર્નોને લગતી દરખાસ્તના બન્ને પ્રશ્ર્નોનું આજે સમાધાન થઈ ગયું હતું અને મેડીકલ સર્ટી સહિતની દરખાસ્તને મંજુર કરવામાં આવી હતી.

સામેકાંઠે તૈયાર થનાર લાયનસ સફારી પાર્કના તમામ કામો એક સાથે કરવાનો નિર્ણય લઈ કમિશનર વિભાગ દ્વારા અલગ અલગ કામોની દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. જેમાં પાંચ મીટરની પહોળાઈના ઈન્ટરનલ રોડ માટે 3 કરોડ રૂપિયા તેમજ અન્ય રસ્તાઓ માટે 2.62 કરોડ અને અંદાજીત 20,000 ચો.મીટરમાં એન્ટ્રન્સ પ્લાઝા તેમજ ટીકીટ બારી કમ એડમીન ઓફિસ, વિઝીટર વેઈટીંગ એરીયા કમ રેસ્ટીંગ શેડ,ચીલ્ડ્રન પ્લે એરીયા તથા લોન એન્ડ ગાર્ડન,ફુડ કોર્ટ, રેસ્ટ રૂૂમ કોમ્પલેક્ષ, વાહન માટેનું પાર્કિંગ,ઇલેકટ્રીક બસ માટે પાર્કિંગ કમ ચાર્જીંગ સ્ટેશન વિગેરેની જુદી જુદી વિઝીટર એમેનીટીઝ બનાવવાના કામનો સમાવેશ થાય છે. સદરહું કામે રૂૂ.12,71,00,000.00 (અંકે રૂૂપિયા બાર કરોડ એકોતેર લાખ પુરા)ની રકમ માટે ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવેલ હતી. જે પૂર્ણ થયા બાદ દરખાસ્ત તૈયાર કરી સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમાં મુકવામાં આવી છે. જે આજરોજ મંજુર કરવામાં આવી હતી.

મનપાની સ્ટેન્ડીંગ કમિટીની બેઠક આજરોજ મળેલ કમિશનર વિભાગમાંથી અલગ અલગ કામોની 45 દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી. જે પૈકી હોર્ડિંગ બોર્ડની એક દરખાસ્ત પરત કરી રિટેન્ડર કરવાના આદેશ કરવામાં આવ્યા હતાં. જ્યારે આંગણવાડી તથા કમ્પાઉન્ડ હોલ તેમજ પેવીંગ બ્લોકના કામ જુદી જુદી જગ્યાએ વૃક્ષારોપણ, ડ્રેનેજ હાઉસ, કનેક્શન ચેમ્બર બનાવવા ડીઆઈ પાઈપલાઈન નાખવા ટોઈલેટ બનાવવા, મેઈન હોલ હાઉસ કનેક્શન આપવા, ટીપી સ્કીમ અંતર્ગત સોસાયટીઓમાં રસ્તાઓ અને રોડ બનાવવા તથા ઝુ ખાતે મજુર સપ્લાય કરવા અને બીન ઉપયોગી વાહનોના સ્ક્રેપના વેચાણનો નિર્ણય લેવા સહિતની દરખાસ્ત રજૂ કરવામાં આવશે. જેનું સંકલન કર્યા બાદ સંભવત મંજુર કરાશે.

સ્વર્ણિમ અંતર્ગત 60 કરોડની ગ્રાન્ટ મગાઈ
મનપાની સ્ટેન્ડીંગ કમિટિની બેઠકમાં આજરોજ તમામ દરખાસ્તો મંજુર કરવામાં આવેલ જે પૈકી મનપાની હદમાં આવતા વિસ્તારોમાં અમૃત યોજના અંતર્ગત કરવામાં આવતા ડી.પી. રોડ, ટીપી સ્કીમના અન્ય રોડ, તેમજ ડીઆઈ પાઈપલાઈન માટે સ્વર્ણિમ ગુજરાતની 60 કરોડની ગ્રાન્ટ સરકાર પાસે માંગવામાં આવી છે. જેમાં પેડક રોડને ગૌરવપથ તરીકે ડેવલોપ કરવા તેમજ સ્પોંજ સીટી ડેવલોપ કરવા શહેરમાં રાષ્ટ્રીય સહિદ સ્મારક બનાવવા તથા સીટી બ્યુટીફીકેશનના અલગ અલગ કામો અને વેસ્ટઝોન વિસ્તારમાં લાઈબ્રેરી બનાવવા સહિતના કામો માટે રૂપિયા 60 કરોડની ગ્રાન્ટ માટેની દરખાસ્ત ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડ ગાંધીનગર ખાતે મોકલવામાં આવી છે.

વરસાદી ખાડાઓ 1.64 કરોડમાં પડ્યા
શહેરમાં ભારે વરસાદના પગલે ગેરંટી વગરના અનેક રોડ રસ્તાઓ તુટી ગયા હતા અને શહેરભરમાં ખાડાઓનું સામ્રાજ્ય છવાઈ જતાં વરસાદ બંધ થયા બાદ તુરંત ઝેડપ્રેચર કામગીરી શરૂ કરવામાં આવીહતી. સર્વેના આધારે શહેરમાં 1200થી વધુ મોટાખાડાઓ માટે આ મશીન મુકવામાં આવેલ અને હવે 70 ટકા કામગીરી પૂર્ણ થઈ ગયેલ હોય કમિશનર વિભાગ દ્વારા પોટહોલ્સ રિપેરીંગ કામ માટેના ખર્ચનું બીલ તૈયાર કરી સ્ટન્ડીંગમાં મોકલવામાં આવ્યું છે. જે મુજબ અત્યાર સુધી વરસાદી ખાડાઓ રિપેર કરવામાં રૂા. 1.64.99.628નો ખર્ચ કરવામાં આવ્યો છે.

ડીઆઈનું કરોડોનું કામ 40 ટકા ઓનથી કેમ?: સ્ટેન્ડિંગમાં સભ્યોની તડાફડી
મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમાં આજે રૂા. 119 કરોડના કામોના ખર્ચને મંજુરી આપવામાં આવી હતી. જેમાં સૌથી વધુ ખર્ચ 39.35 કરોડનો ડીઆઈ પાઈપલાઈન માટે કરવામાં આવ્યો છે. અગાઉ ડીઆઈપાઈપલાઈનની દરખાસ્ત કરવામાં આવેલ જેમાં 27 ટકા ઓનથી ભાવ આવતા આ દરખાસ્ત પરત કરી રિટેન્ડર કરવાના આદેશ કરાયા હતાં. જેના લીધે ડીઆઈ પાઈપલાઈનનું કામ ખોરંભે પડ્યુ હતું. ઓન ન આપવી પડે તે માટે સ્ટેન્ડીંગ કમિટિ દ્વારા આ પગલું લેવામાં આવે પરંતુ આજની સ્ટેન્ડીંગમાં ડીઆઈ પાઈપલાઈનની સૌથી વધારે ખર્ચની દરખાસ્ત 40 ટકા ઓનથી મંજુર કરવમાં આવતા અમુક આખાબોલા સભ્યો દ્વારા તેનો જોરદાર વિરોધ કરવામાં આવેલ અને અગાઉ 27% ઓનથી આવેલ દરખાસ્તને પરત કરી હતી તો હવે 40 ટકા ઓનથી આવેલ દરખાસ્ત શા માટે મંજુર કરાઈ છે. તેવા સવાલો ઉઠાવતા સ્ટેન્ડીંગ કમિટીમાં સોપો પડી ગયો હતો.

મંજૂર થયેલા કામોની વિગત

રસ્તા કામ 12.13 કરોડ
ડ્રેનેજ કામ 34.86 કરોડ
પેવિંગ બ્લોક 1.81 કરોડ
ડીઆઈ પાઈપલાઈન 39.35 કરોડ
કાર્યક્રમ ખર્ચ 6.31 લાખ
વૃક્ષારોપણ 1.64 કરોડ
ઝૂ, એનિમલ હોસ્ટેલ 20.37 કરોડ
ફાયર સાધનોની ખરીદી 7.41 કરોડ
સ્મશાન 16.48 લાખ
નવી આંગણવાડી 1.10 કરોડ
ફૂટપાથ 47.47 લાખ
ટોઈલેટ 32.22 લાખ
કુલ 119 કરોડ

Tags :
gujaratgujarat newsMunicipal Corporationrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement