રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

પ્રેમિકાના પિતાએ પોલીસમાં અરજી કરતા પ્રેમીનો આપઘાતનો પ્રયાસ

04:37 PM Mar 08, 2024 IST | Bhumika
Advertisement

શહેરમાં ઘંટેશ્વર વિસ્તારમાં રહેતા યુવકની પ્રેમિકાના પિતાએ પોલીસમાં અરજી કરતા યુવાને ફીનાઇલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. યુવાનને ઝેરી અસર થતા બેશુદ્ધ હાલતમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

Advertisement

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ જામનગર રોડ ઉપર આવેલા ઘંટેશ્વર વિસ્તારમાં 25 વરીયામાં રહેતા રાહુલ અરવિંદભાઈ મકવાણા નામનો 19 વર્ષનો યુવાન પોતાના ઘરે હતો. ત્યારે બપોરના બેએક વાગ્યાના અરસામાં ફીનાઇલ પી લીધું હતું. યુવાનને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે ગાંધીગ્રામ પોલીસને જાણ કરતા ગાંધીગ્રામ પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો.

પ્રાથમિક પૂછપરછમાં ફીનાઇલ પી લેનાર રાહુલ મકવાણાને પડોશમાં રહેતી યુવતી સાથે પ્રેમ સંબંધ હતો. અને યુવતીના પિતા બંનેના લગ્ન માટે સંબંધ ન હોવાથી પુત્રીના પ્રેમી રાહુલ મકવાણા વિરુદ્ધ ગાંધીગ્રામ પોલીસ મથકમાં અરજી કરી હતી. જેથી રાહુલ મકવાણાને માઠું લાગતા ફીનાઇલ પી લીધું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે ગાંધીગ્રામ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Tags :
gujaratgujarat newsrajkotrajkot newssuicide
Advertisement
Next Article
Advertisement