For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કાલે લસણના વેપારનો બહિષ્કાર

01:30 PM Sep 09, 2024 IST | Bhumika
કાલે લસણના વેપારનો બહિષ્કાર
Advertisement

ગોંડલ માર્કેટયાર્ડમાંથી ચાઈનીઝ લસણ ઝડપાતા વેપારીઓની દેશવ્યાપી લડત

દેશભરમાં ડુંગળી-લસણના વેપારમાં અગ્રગણ્ય ગણાતા ગોંડલ માર્કેટ યાર્ડમાં પ્રતિબંધીત ચાઈનીઝ લસણ મળી આવતા હડકંપ મચી ગયો હતો. અને વેપારીઓમાં ભારે વિરોધ ફેલાતા આવતી કાલે દેશભરમાં લસણના વેપારના બહિષ્કારની જાહેરાત કરવામાં આવી છે. દેશભરના માર્કેઠ યાર્ડમાં કમિશન એજન્ટ દ્વારા લસણની હરરાજીનો બહિષ્કાર કરવાનું એલાન કરવામાં આવ્યું છે.

Advertisement

આ અંગે જાણવા મળતી વિગતો પ્રમાણે ગત તા. 5 સપ્ટેમ્બરના રોજ ગોંડલ માર્કેટ યાર્ડમાં 600 કિલો પ્રતિબંધીત ચાઈનીઝ લસણ હરાજી માટે આવ્યું હતું. આ ચાઈનીઝ લસણ હરાજીમાં આવતા વેપારીઓમાં ભારે દેકારો બોલી ગયો હતો. યાર્ડના સત્તાધિશો દ્વારા આ મુદ્દે તાત્કાલીક તપાસના આદેશો આપવામાં આવ્યા હતાં. પ્રાથમિક તપાસમાં આ લસણ ઉપલેટાના વેપારીએ ઘુસાડાયું હોવાનું જાહેર થયું હતું. આ મુદ્દે રાજકોટના સરદાર વલ્લભભાઈ પટેલ માર્કેટ યાર્ડ કમિશન એસોસીએશને પત્ર લખીને યાર્ડના ચેરમેન અને સેક્રેટરીને જણાવ્યું છે કે, આખા દેશમાં વેપારીઓ દ્વારા આવતી કાલે તા. 10-9-24ના દિવસે વેપારીઓ લસણના વેપારથી અડગા રહેશે. તેના સમર્થનમાં રાજકોટ માર્કેટ યાર્ડના લસણના વેપારીઓ પણ આવતી કાલે બંધ પાળશે તો આજે માર્કેટ યાર્ડમાં કોઈ ખેડુત લસણ ભરીને ન આવે અને તમામ ખેડુતો સહકાર આપે તેવી પત્રમાં માંગણી કરાઈ છે.

ચીનથી આવતું લસણ હલકી ગુણવત્તાનું અને ખાવા લાયક ન હોવા છતાં હાલમાં લસણના ઉંચા ભાવના લીધે અન્ય દેશો મારફત દેશના ટોચના ગણાતા ગોંડલ માર્કેટ યાર્ડમાં ઘુસાડી દેવામાં આવ્યું હતું. હવે આજે વેપારીઓ દ્વારા આવતી કાલે દેશભરમાં લસણની હરાજીનો બહિષ્કાર કરવાનું જાહેર કરાયું છે. આવતી કાલના બહિષ્કારથી લસણના ભાવ હજુ વધી શકે તેવી આશંકાઓ પણ વ્યક્ત કરાઈ છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement