For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ઉપલેટાના સેવંત્રાના વેપારી પાસેથી ઉધારીમાં ડુંગળી ખરીદી 8 લાખ રૂપિયાનું બૂચ મારી દીધું

01:44 PM Mar 12, 2024 IST | Bhumika
ઉપલેટાના સેવંત્રાના વેપારી પાસેથી ઉધારીમાં ડુંગળી ખરીદી 8 લાખ રૂપિયાનું બૂચ મારી દીધું

Advertisement

  • બંગાળના વેપારીએ 49.69 લાખની ડુંગળી ખરીદી કટકે કટકે 41.69 લાખ ચૂકવ્યા અને બાકીની રકમ ઓળવી ગયો

રાજકોટ જિલ્લાના ઉપલેટાના સેવંત્રા ગામના વેપારી પાસેથી 49.69 લાખની ડુંગળી ખરીદી કર્યા બાદ કટકે કટકે 41.69 લાખ પરત આપી બાકીના 8 લાખ નહીં ચુકવી ઠગાઈ વિશ્ર્વાસઘાત કરી બંગાળના વેપારી સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

આ બનાવ અંગેની જાણવા મળતી વિગત મુજબ ઉપલેટાના સેવત્રા ગામે રહેતા અને ઉપલેટામાં સતનામ ટ્રેડીંગ કાું. નામની પેઢી ધરાવતાં વેપારી ગોવિંદભાઈ નથુભાઈ બારિયા (ઉ.39) પોલીસમાં નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે વેસ્ટ બંગાળના બશીર હટના વેપારીનું નામ આપ્યું છે. પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે રાજકોટનાં ભરતભાઈ મકવાણાના કહેવાથી બંગાળના વેપારીને 49.69 લાખની કિંમતના ડુંગળીના કટ્ટા અલગ અલગ સમયે બંગાળ મોકલવામાં આવ્યા હતાં. જે પેટે બંગાળના વેપારી કટકે કટકે 41.69 લાખ ફરિયાદીને ચુકવ્યા હતાં. બાકીના નિકળતાં 8 લાખ આજ દીન સુધી નહીં ચુકવતાં અનેક વખત ઉઘરાણી કરવા છતાં બંગાળના વેપારીએ પૈસા નહીં ચુકવતાં તેની સામે ઠગાઈ વિશ્ર્વાસઘાત કર્યાની ફરિયાદ નોંધાઈ છે.

Advertisement

આ બનાવ અંગે ભાયાવદર પોલીસે વેપારીની ફરિયાદ પરથી બંગાળના વેપારી સામે ગુનો નોંધી તેની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવની તપાસ પીએસઆઈ આર.વી.ભીમાણી અને પી.પી.જાડેજા સહિતનો સ્ટાફ ચલાવી રહ્યો છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement