રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ભાણવડના ભોજનાલય સંચાલક પાસેથી પૈસાની પઠાણી ઉઘરાણી કરતાં બન્ને વ્યાજખોર જેલહવાલે

11:44 AM Jul 20, 2024 IST | admin
Advertisement

15 લાખનું દરરોજનું 20 હજાર વ્યાજ ચૂકવ્યું : અમદાવાદ છોડી પત્ની અને સંતાનોને સુરત મોકલી પોતે ભાણવડ રહેતા હતાં

Advertisement

પોલીસે અમદાવાદ અને કચ્છના બન્ને શખ્સો સામે કરી કાર્યવાહી

અમદાવાદના મૂળ રહીશ અને હાલ ભાણવડ ખાતે એક શૈક્ષણિક સંસ્થામાં રહીને ભોજન સંચાલક તરીકે કામ કરતા યુવાને થોડા મહિના અગાઉ અમદાવાદના એક શખ્સ પાસેથી લીધેલા 15,00,000 નું લાખનું રોજનું રૂૂ. 20,000 સુધી વ્યાજ ચૂકવ્યા પછી પણ 30 લાખ રૂૂપિયાની માંગણી કરી, જાનથી મારી નાખવાની ધમકી આપવા સબબ ભાણવડ પોલીસ મથકમાં નોંધાયેલા ગુનામાં પોલીસે મુખ્ય આરોપી એવા અમદાવાદના શખ્સ સાથે રાપર - કચ્છના યુવાનને પણ ઝડપી લઇ, અદાલતમાં રજૂ કર્યા બાદ જેલ હવાલે કરી દીધા છે.

આ સમગ્ર પ્રકરણની સિલસિલા બંધ વિગત એવી છે કે અમદાવાદના પાલડીના મૂળ રહીશ અને ત્યાં ફુડ શોપ ધરાવતા મિલનભાઈ મહાદેવભાઈ સંઘવી નામના 46 વર્ષના યુવાનને જાન્યુઆરી 2024 માસમાં પૈસાની જરૂૂર હોવાથી પ્રકાશ રાજપુત પાસેથી રૂૂપિયા પાંચ લાખ વ્યાજ લીધા હતા. તેનું રોજનું રૂૂ. 5,000 વ્યાજ તેઓ ચૂકવતા હતા. થોડા દિવસો બાદ તેમને વધુ જરૂૂર પડતા રૂૂ. ત્રણ લાખ વ્યાજે લીધા હતા. તેની સિક્યુરિટીમાં તેમણે બેન્કનો કોરો ચેક આપ્યો હતો. આમ, આઠ લાખ રૂૂપિયાનું રોજનું 8,000 વ્યાજ પ્રકાશ રાજપુતને ચૂકવવામાં આવતું હતું. ત્યાર બાદ રૂૂ. બે લાખ લઈ અને કુલ 10 લાખનું રૂૂ. 10 હજાર વ્યાજ મિલનભાઈ ચૂકવતા હતા. આ પછી પણ તેમને નાણાની જરૂૂરિયાત હોવાથી પ્રકાશ રાજપૂત પાસે પાંચ લાખની માંગણી કરી હતી. પરંતુ તેનું બમણું વ્યાજ રૂૂ. 10,000 ચૂકવવા તેમણે કહ્યું હતું.

આમ, 15 લાખ રૂૂપિયાનું રોજનું 20,000 વ્યાજ સતત પખવાડિયા સુધી ચૂકવ્યા બાદ મિલનભાઈ વ્યાજ ભરી ન શકતા પ્રકાશ રાજપૂતે મોબાઈલ ફોન ઉપર ઉઘરાણી કરી નંબર પ્લેટ વગરની કારમાં આવી, પૈસાની રકમ માંગતા તેઓ ઘર છોડીને મુંબઈ જતા રહ્યા હતા.

વ્યાજ સહિતની રકમ 25 લાખ થઈ જતા મિલનભાઈએ પ્રકાશ રાજપુતને કહ્યું હતું કે ‘હમણાં મારી પરિસ્થિતિ સારી નથી. ધંધો બરોબર ચાલતો નથી. છ-બાર મહિનામાં હું પૈસા આપી દઈશ.‘ તેમ કહી તેમના પત્ની તથા બે જુવાન સંતાનોને સુરત મોકલી, તેઓ ભાણવડ તાલુકામાં આવેલી પુરુષાર્થ શૈક્ષણિક સંકુલમાં આવી અને ભોજનાલયના સંચાલક તરીકે કામ કરી, ગુજરાન ચલાવતા હતા.

ગત 15 જુલાઈના રોજ મિલનભાઈનો પતો મેળવી, કારમાં અજાણ્યા શખ્સ સાથે આવેલા આરોપી પ્રકાશ રાજપુતએ તેમને ધમકી આપી અને ‘ચાલ ગાડીમાં બેસી જા. તને લઈ જવો છે’- તેમ કહેતા સ્કૂલના સંચાલકને તેમણે ફોન કરીને બોલાવી લીધા હતા. ઉશ્કેરાયેલા પ્રકાશે મિલનભાઈને ગાળો કાઢી માર મારી, ‘તારે 30 લાખ ક્યારે આપવા છે?’- તેમ કહેતા મિલનભાઈએ કાકલૂદી કરતા શૈક્ષણિક સંકુલના ગૃહપતિ નિલેશભાઈ, સંચાલક ભીમશીભાઈ તેમજ માતા સાજીબેને બે હાથ જોડી, વચ્ચે પડી અને મિલનભાઈને વધુ મારથી બચાવ્યા હતા.
આમ, રૂૂ. 15 લાખની મુદ્દલના દરરોજના રૂૂ. 20,000 સુધીની રકમ લઈને ડરાવી, ધમકાવી, માર મારી, જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ ભાણવડ પોલીસમાં નોંધાયેલા આ ગુના સંદર્ભે જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયની સૂચના મુજબ ભાણવડના પી.એસ.આઈ. સવસેટા તથા સ્ટાફએ તાકીદની કાર્યવાહી કરી, આ પ્રકરણના મુખ્ય આરોપી અમદાવાદના રહીશ પ્રકાશ સામત પરમાર અને રાપર - કચ્છના કૃણાલગીરી ગુલાબગીરી ગુસાઈ નામના બંને શખ્સોને દબોચી લીધા હતા.ત્યાર બાદ બંનેને પોલીસે કોર્ટમાં રજૂ કરતા નામદાર અદાલતે બંને આરોપીઓને જેલ હવાલે કરવાનો હુકમ કર્યો હતો.

Tags :
BHANVADbhanvadnewsgujaratgujarat newsscam
Advertisement
Next Article
Advertisement