અટિકા ફાટક પાસે યુવાને ટ્રેન હેઠળ ઝંપલાવતા બન્ને પગ કપાયા
06:25 PM Aug 07, 2024 IST | Bhumika
Advertisement
ગંભીર હાલતમાં સારવારમાં ખસેડાયો
શહેરના ગોંડલ રોડ પર અટીકા ફાટક પાસે અજાણ્યા યુવાને ટ્રેન હેઠળ પડતુ મુકી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેથી તેના બંને પગ કપાઇ જતા ગંભીર હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે.
Advertisement
જાણવા મળતિ વિગત મુજબ ગોંડલ રોડ પર અટીકા ફાટકથી માલવીયા ફાટક વચ્ચે આજે સવારે 9 વાગ્યાના અરસામાં વેરાવળથી રાજકોટ આવતી ટ્રેન હેઠળ અજાણ્યો યુવાન (ઉ.વ.આશરે 35) એ છલાંગ લગાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેમાં યુવાનના બંને પગ કપાઇ જતા ગંભીર હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.
આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી માલવીયાનગર પોલીસને જાણ કરતાં પોલીસે હોસ્પિટલે દોડી જઇ આપઘાતનો પ્રયાસ કરનાર યુવકની ઓળક મેળવવા અને આપઘાતનો પ્રયાસ શા માટે કર્યો? તે જાણવા વધુ તપાસ હાથ ધરી છે.
Advertisement