For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભાયાવદરમાં ચાલુ ટ્રેને ચડવા ગયેલા વિદ્યાર્થીના બંન્ને પગ કપાયા

11:46 AM Oct 10, 2024 IST | admin
ભાયાવદરમાં ચાલુ ટ્રેને ચડવા ગયેલા વિદ્યાર્થીના બંન્ને પગ કપાયા

ગંભીર હાલતમાં સારવારમાં ખસેડાયો : રાજકોટ-પોરબંદર ટ્રેનનો બનાવ : અરેરાટી

Advertisement

ભાયાવદરમાં ચાલુ ટ્રેનમાં ચડવા જતાં અને વિદ્યાર્થીના બન્ને પગ કપાય ગયા હતા ભાયાવદર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડાયા બાદ ઈજાગ્રસ્ત હાલમતાં રાજકોટ હોસ્પિટલ ખાતે વધુ સારવારમાં ખસેડાયો હતો.
ભાયાવાદરમાં આવેલ કોલેજમાં અભ્યાસ કરતો જામજોધપુર તાલુકાના ચૂર ગામનો યુવક તેજપાલસિંહ જસુભા જાડેજા ઉ.વ.19ને અભ્યાસ કરીને તેના ગામે જવા માઈ ભાયાવદર રેલવે સ્ટેશન ખાતે આવતી રાજકોટ પોરબંદર રૂટની ચાલુ ટ્રેનમાં ચડવા જાય પગ લપસી જતાં ટ્રેન નીચે આવી ગયો હતો. તેથી આ યુવાનના બન્ને પગ કપાયા હતા.

આથી આ વિદ્યયાર્થીને તાબડતોબ ભાયાવદર ક્ષત્રિય સમાજના લોકો તેમજ આગેવાનો તાત્કાલીક સરકારી હોસ્પિટલે ખાતે સારવાર અર્થે લઈ ગયા હતા. અને આ યુવાનને વધુ ઈજાગ્રસ્ત હાલતમાં હોય તેથી વધુસારવાર કરવા માટે રાજકોટ ખાનગી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલ છે. યુવક દરરોજ અભ્યાસ અર્થે અપડાઉન કરતો હતો દરમિયાન આજે અકસ્માત સર્જાયો હતો.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement