For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

બોટાદની પીપલ્સ કો-ઓપરેટિવ બેન્કનું લાઈસન્સ રદ

12:53 PM Dec 30, 2023 IST | Bhumika
બોટાદની પીપલ્સ કો ઓપરેટિવ બેન્કનું લાઈસન્સ રદ

સહકારી બેંકો પર રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની નિયમોને નેવે મુકનાર સંસ્થાઓ સામે કડકાઈ યથાવત છે. સરકારે ગુજરાતની એક સહકારી બેંકનું લાઇસન્સ રદ કરી દીધું છે. કેન્દ્રીય બેંકે એક પ્રકાશનમાં માહિતી આપી છે કે બોટાદ પીપલ્સ કો-ઓપરેટિવ બેંક લિમિટેડને આપવામાં આવેલ લાઇસન્સ રદ કરવામાં આવ્યું છે.

Advertisement

સરકારી નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આરબીઆઇ એ 29 ડિસેમ્બર 2023ના રોજ બોટાદ પીપલ્સ કો-ઓપરેટિવ બેંકને ભારતમાં બેંકિંગ વ્યવસાય કરવા માટે 17 ફેબ્રુઆરી 1998ના રોજ આપેલું લાઇસન્સ રદ કર્યું છે.
આ વર્ષે નિયમોનું પાલન ન કરવા બદલ ઘણી બેંકો સામે કડક કાર્યવાહી કરી છે. ઘણી બેંકો પર ભારે દંડ ફટકારવામાં આવ્યો છે જ્યારે ઘણી બેંકો એવી છે જેમના લાઇસન્સ રદ પણ કરવામાં આવ્યા છે.

તદનુસાર, આરબીઆઇ એ 17 ફેબ્રુઆરી, 1998 ના રોજ ધી બોટાદ પીપલ્સ કો-ઓપરેટિવ બેંક લિમિટેડ બોટાદને ભારતમાં બેંકિંગ વ્યવસાય ચાલુ રાખવા માટે આપવામાં આવેલ લાઇસન્સ રદ કર્યું છે.બોટાદ પીપલ્સ કો-ઓપરેટિવ બેંક લિમિટેડએ બિન-બેંકિંગ સંસ્થા તરીકે સૂચિત કર્યા પછી પણ જ્યારે પણ માંગણી કરવામાં આવે ત્યારે તેની પાસે રાખેલી બિન-સભ્યોની અવેતન અને દાવા વગરની થાપણોની ચુકવણીની ખાતરી કરવાની રહેશે. છઇઈંએ ધ બોટાદ પીપલ્સ કો-ઓપરેટિવ બેંક લિ. બોટાદ, ગુજરાતને આપવામાં આવેલ લાઇસન્સ રદ કર્યું છે

Advertisement

બોટાદ પીપલ્સ કો-ઓપરેટિવ બેંક લિમિટેડ સામે કાર્યવાહીના એક દિવસ પહેલા ભારતીય રિઝર્વ બેંકે 5 સહકારી બેંકો પર દંડ ફટકાર્યો હતો. આરબીઆઈએ 28 ડિસેમ્બરે કહ્યું હતું કે તેણે નિયમોનું પાલન ન કરવા બદલ પાંચ સહકારી બેંકો પર દંડ લગાવ્યો છે. આ બેંકોમાં વિદ્યાનંદ કો-ઓપરેટિવ બેંક, ચૈતન્ય કો-ઓપરેટિવ બેંક, ધ પંચશીલ મર્કન્ટાઈલ કો-ઓપરેટિવ બેંક, સરદારગંજ મર્કેન્ટાઈલ કો-ઓપરેટિવ બેંક અને ધ યુનાઈટેડ કો-ઓપરેટિવ બેંકનો સમાવેશ થાય છે.આરબીઆઈએ વિદ્યાનંદ કો-ઓપરેટિવ બેંક અને ધ યુનાઈટેડ કો-ઓપરેટિવ બેંક પર 1-1 લાખ અને સરદારગંજ મર્કેન્ટાઈલ કો-ઓપરેટિવ બેંક પર 2 લાખ રૂૂપિયાનો દંડ ફટકાર્યો હતો.

Advertisement
Tags :
Advertisement
Advertisement