For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

બોટાદના હોમગાર્ડ કમાન્ડિંગ ઓફિસર દારૂની ખેપ મારતા ઝડપાયા

11:39 AM Sep 05, 2025 IST | Bhumika
બોટાદના હોમગાર્ડ કમાન્ડિંગ ઓફિસર દારૂની ખેપ મારતા ઝડપાયા

કમાન્ડિંગ ઓફિસર સહિત ત્રણ અંબાજી બંદોબસ્તમાંથી પરત ફરતી વેળાએ સરકારી વાહનમાં દારૂ ભરી લીધો

Advertisement

અંબાજી ભાદરવી પૂનમના મેળામાં બંદોબસ્ત માટે ગયેલા બોટાદ હોમગાર્ડના કમાન્ડિંગ ઓફિસર અને બે જવાન પરત ફરતાં સમયે સરકારી વાહનમાં દારુ સાથે ઝડપાતાં ચકચાર મચી છે. કમાન્ડિંગ ઓફિસર દશરથ ચૌહાણ અને હોમગાર્ડ જવાન દિલીપ સોલંકી અને પ્રશાંત ચૌહાણે સરકારી વાહનમાં આબુથી દારુ અને બિયરનો જથ્થો ભર્યો હતો. બોટાદ પહોંચતાં જ LCBએ પૂર્વ બાતમીના આધારે ત્રણેયને ઝડપી પાડ્યા હતા.
મળતી માહિતી મુજબ, બોટાદ જિલ્લામાં લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB)એ એક મોટા ઓપરેશનમાં સરકારી વાહનનો દુરુપયોગ કરી વિદેશી દારૂૂની હેરાફેરી કરવાના રેકેટનો પર્દાફાશ કર્યો છે.

ચોક્કસ બાતમીના આધારે, LCB ટીમે વોચ ગોઠવીને હોમગાર્ડ યુનિટના સરકારી ટાટા સુમો વાહનને અટકાવ્યું હતું અને તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂૂ અને બિયરનો મોટો જથ્થો જપ્ત કર્યો છે. આ ઘટનામાં બોટાદ જિલ્લા હોમગાર્ડ કમાન્ડિંગ ઓફિસર સહિત ત્રણ હોમગાર્ડ જવાનોની ધરપકડ કરવામાં આવી છે, જેમની પાસેથી કુલ ₹1,00,060નો મુદ્દામાલ કબ્જે કરાયો છે.

Advertisement

ઉુજઙ મહર્ષિ રાવલે જણાવ્યું હતું કે, પોલીસને બાતમી મળી હતી કે, હોમગાર્ડ કમાન્ડિંગ ઓફિસર દશરથ ચૌહાણ, હોમગાર્ડ/ડ્રાઈવર પ્રશાંત ચૌહાણ અને હોમગાર્ડ જવાન દિલીપ સોલંકી સરકારી ગાડીનો ગેરકાયદેસર દૂર ઉપયોગ કરી ઈંખઋક એટલે કે ભારતીય બનાવટનો વિદેશી દારૂૂ ભરી આવી રહ્યા છે. જેને આધારે પોલીસે ત્રણેયને ઝડપી લીધા હતા. હાલ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ ફરિયાદમાં જણાવ્યા મુજબ, બોટાદ LCBના ઇન્ચાર્જ પોલીસ સબ-ઇન્સ્પેક્ટર એસ.બી.સોલંકી અને તેમના સ્ટાફને ગુપ્ત બાતમી મળી હતી કે, બોટાદ જિલ્લા હોમગાર્ડના સરકારી વાહન ટાટા સુમો (રજી. નંબર ૠઉં-01-ૠઅ-0224)માં વિદેશી દારૂૂનો જથ્થો ભરીને આબુથી બોટાદ લાવવામાં આવી રહ્યો છે. આ વાહન અંબાજી ખાતે બંદોબસ્તમાં ગયેલા હોમગાર્ડ જવાનોના બીલની ચુકવણી કરીને પરત ફરી રહ્યું હતું.

બાતમીના આધારે, LCB ટીમે બોટાદના ખસ રોડ પર આવેલા મિલેટ્રી ચાર રસ્તા પાસે વોચ ગોઠવી હતી. ગુરુવારે (4 આગસ્ટે) પરોઢિયે 3:30 વાગ્યે બાતમીવાળું વાહન ત્યાંથી પસાર થતાં ટીમે તેને અટકાવ્યું હતું. વાહનની તલાશી લેતાં પાછળના ભાગમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂૂ અને બિયરનો જથ્થો મળી આવ્યો હતો. આરોપીઓ પાસેથી દારૂૂ રાખવા અંગેનું કોઈ પાસ પરમિટ કે આધાર પુરાવા મળ્યા ન હતા. પોલીસે ત્રણેય પાસેથી 25 દારૂની બોટલ, 76 બિયર ટીન અને મોબાઇલ મળી 1 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો.

Advertisement
Tags :
Advertisement
Advertisement