ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

સગીરાના દુષ્કર્મમાં આરોપીને 20 વર્ષ, મદદ કરનાર પિતાને ત્રણ વર્ષની સજા ફટકારતી બોટાદ કોર્ટ

04:14 PM Oct 19, 2024 IST | admin
featuredImage featuredImage
Advertisement

11 સાક્ષી અને 27 દસ્તાવેજી પુરાવા તપાસ્યા બાદ બોટાદ કોર્ટનો ધાક બેસાડતો ચુકાદો

Advertisement

બોટાદ જિલ્લાના ગામ્ય વિસ્તારમાં એક વર્ષ પહેલાં તેર વર્ષની સગીરાનું અપહરણ કરી ને તેની ઉપર દુષ્કર્મ ગુજાર્યાની ફરિયાદ નોંધાઈ હતી. જે કેસ બોટાદ ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં ચાલી જતાં કોર્ટે દુષ્કર્મ ગુજારનાર આરોપીને 20 વર્ષની સજા ફટકારી હતી તેમજ આરોપીને મદદ કરનાર આરોપીના પિતાને કોર્ટે ત્રણ વર્ષની સજા ફટકારી હતી.ગત તારીખ 16-1-23ના રોજ બોટાદ જિલ્લાના એક ગામે વાડી વિસ્તારમાં રહેતી તેર વર્ષની સગીરાને તેની બાજુમાં રહેતા અજય રમેશભાઈ વસાવાએ લલચાવી ફોસલાવી તેનુંઅપહરણ કર્યા બાદ બળજબરીપૂર્વક સગીરા પર દુષ્કર્મ ગુજાર્યો હતો. જે બાબતે બોટાદ રૂૂરલ પોલીસ મથકે ગુનો નોંધાયો હતો.

પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. જે કેસમાં બોટાદ ડિસ્ટ્રીક્ટ કોર્ટે અગિયાર સાક્ષી અને 27 દસ્તાવેજી પુરાવા તપાસ્યા બાદ દુષ્કર્મ ગુજારનાર આરોપી અજય રમેશભાઈ વસાવાને 20 વર્ષની સજા ફટકારી હતી તેમજ આરોપીને મદદ કરનાર તેના પિતા રમેશભાઈ વસાવાને ત્રણ વર્ષની સજા ફટકારી હતી. સાથે જ ભોગબનનારને પાંચ લાખનું વળતર ચુકવવા ડિસ્ટ્રીક્ટ કોર્ટે હુકમ કર્યો હતો.

Tags :
botadnewsCourtgujaratgujarat news
Advertisement
Advertisement